Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાચણ ગ્રામ પંચાયત દ્વારા
જામનગર તા. ૯: જામવણંથલીથી ઉંડ-૧ સુધી મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત પાઈપવાળા છ થી સાત પુલીયાનું વરસાદમાં ધોવાણ થયું હોય તેની મરામત કરાવવા રજુઆત કરવામાં આવી છે.
તમાચણ ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મકવાણાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, જામવણંથલીથી ઉંડ-૧ ડેમ એપ્રોચ રોડનું કામ સાતેક માસથી ચાલુ છે. આ રોડમાં પાઈપવાળા છથી સાત પુલીયા છે. પુલીયામાં પીસીસી કરવામાં આવ્યું નથી. કામ હલકી ગુણવતાવાળુ થઈ રહ્યું છે. ચાલુ વરસાદમાં પુલીયાનું ધોવાણ થઈ ગયું છે. આ અંગે સબંધિત અધિકારી સમક્ષ રજુઆતો કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. આથી ધોવાયેલા પુલીયાનું રીપેરીંગ કામ કરવામાં આવે અને સત્વરે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે આથી એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ થઈ શકે. આ મુદ્દે જરૂર પડ્યે ગ્રામજનો ગાંધી ચિન્ધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે તેમ પણ ચિમકી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial