Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક રાઈડના ચેકીંગમાં આંખ મીચામણાં
ખંભાળીયા તા. ૯: રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોન પછી નિયમો કડક થયા પછી પણ તંત્રના પેધી ગયેલા અધિકારીઓ હજુ નિયમો નેવે મૂકતા હોવાનું બહાર આવી રહ્યું છે. તાજેતરમાં ખંભાળીયા શીરેશ્વર લોકમેળામાં પણ મંજૂરીની ટેકનિકલ પ્રક્રિયાની કામગીરી સામે શંકાની સોય વ્યક્ત થતા અહેવાલો તથા વાતોની સોશયલ મીડિયામાં વ્યાપક થયા હતાં.
આ મેળામાં બે મોતના કૂવાવાળાને પરવાનગી ન અપાઈ, ટેકનિકલ ચકાસણીની કામગીરી ચાલુ હતી, ત્યારે જ એક ચકડોળવાળાની જમીન પોચી હોય, તેમાં પાંચ ફૂટ એંગલ મારવા જણાવાયું હતું, તે હાથેથી નીકળી ગયા હોવાનો વીડિયો પણ તંત્રનો ટેકનિકલ કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જતો થયો હતો.
ટેક્નિકલ સમિતિનું ખાનગી હોટલમાં રોકાણ, ચોક્કસ વ્યક્તિઓ સાથે મુલાકાત, મોડી રાત્રિના ૧ વાગ્યા સુધી ચેકીંગ કમ્પલીટ કરવા કામગીરી, પણ ચર્ચાસ્પદ બની હતી. મેળાની શરૂઆત વખતે પ્રક્રિયા નહીં અને મેળો દોઢ દિવસ પતી ગયો પછી લાયસન્સ અપાયા, એક દિવસ ટેકિનકલ ચેકીંગની બાબત ચર્ચાપાત્ર બની છે. પ્રાંત અધિકારીએ ૩૧-૮-ર૦ર૪ ના પત્ર આપ્યો છતાં ટેકિનકલ રિપોર્ટ છેક તા. ૭-૯ ના બપોરે પહોંચ્યો...!?!!
સરકાર ભલે કડક થાય પણ ચલાવતા હોય તે ચલાવતા જ રહે છે તેમ કહેવાય છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial