Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરંભડાના આસામીને એક વર્ષની કેદસજા

જામનગર તા. ૯: જામનગરમાં એક આસામીએ દ્વારકા જિલ્લાના આરંભડાના શખ્સ સામે રૂ. ૧ લાખના ચેક પરતની ફરિયાદ કરી હતી. તે કેસના અંતે અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેક રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના ફિરોઝ ઉમર ગજીયા નામના આસામીના દ્વારકા જિલ્લાના આરંભડામાં વસવાટ કરતા મિત્ર ગુલામ હુસેન સોઢાએ રૂ. ૧ લાખ સંબંધદાવે ઉછીના લીધા હતા. તે રકમની ચૂકવણી માટે ગુલામહુસેને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. ફિરોઝભાઈએ જામનગર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગુલામહુસેન સોઢાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ચિરાગ કે. નથવાણી તથા ધર્મેશ સી. રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh