Advertisement
Author: નોબત સમાચાર

વડોદરાના રોકાણકારોને રૂ. ૧ કરોડ ૯૬ લાખમાં નવડાવી દેવાયાની ફરિયાદ

નગરની પેઢીના ત્રણ સામે ગુન્હો નોંધાયોઃ

જામનગર તા. ૯: જામનગરની એક પેઢીએ રોકાણકારોને તગડું વ્યાજ આપવાની લાલચ બતાવી ઠગી લીધાની પોલીસમાં ફરિયાદ થયા પછી વડોદરાના એક આસામીએ પણ કેટલાક રોકાણકારો વતી રૂ. ૧ કરોડ ૯૬ લાખની છેતરપિંડી કરી લેવા અંગે આ પેઢીના ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં અંબર ટોકિઝ સામે આવેલી ઈમારતમાં ક્રેડીટ બુલ્સ ઈન્ડિયા નામની પેઢીએ કેટલાક રોકાણકારોને તગડુ વળતર આપવાની લાલચ બતાવી ઠગી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે પછી વડોદરાના જનક મકવાણા નામના આસામીએ પોતાની સાથે તથા અન્ય રોકાણકારો સાથે આ પેઢીએ રૂ. ૧ કરોડ ૯૬ લાખની છેતરપિંડી કર્યાની વડોદરામાં ફરિયાદ નોંધાવી છે.

આ આસામીએ જણાવ્યા મુજબ ધવલ સોલાણી, પંકજ પ્રવીણભાઈ વડગામા, ફરઝાના ઈરફાન શેખ નામના આ કંપનીના પ્રવકતાઓએ ત્રણ જુદી જુદી સ્કીમ હોવાનું જણાવી રોકાણકારોને પ્રાથમિક તબક્કે વળતર આપ્યું હતું. તેથી આકર્ષાયેલા જનકભાઈ અને અન્ય વ્યક્તિઓએ તે પેઢી મારફત રૂ. ૧ કરોડ ૯૬ લાખનું રોકાણ કરી નાખ્યું હતું.

ત્યારપછી આ પેઢીએ વળતર આપવાનું બંધ કરી હાથ ઉંચા કરી લેતાં પોલીસ ફરિયાદનો દૌર શરૂ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh