Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: જામનગર મ્યુનિ. કમિશ્નરની સૂચના અન્વયે જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા રાજય સરકારની ડ્રાઈવ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાંથી કુલ ૩૧ ખાદ્ય પદાર્થના નમૂના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાને મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ મળ્યા પછી આગળના નિયમો મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
જયંતીભાઈ માવાવાળા ને ત્યાં થી શુધ્ધ ઘી (લુઝ ) અનેમાવો (લુઝ) , કમલેશભાઈ માવાવાળા ( ટાઉન હોલ) માંથી વ્હાઈટ પેંડા (લુઝ) , સદગુરૂ ડેરી ફાર્મ ( ન્યુ સ્કૂલ રોડ ) માંથી માર્શલ કેક (લુઝ) , શ્રી સોમનાથ ડેરી (ખંભાળીયા નાકા બહાર ) માંથી મિક્સ દૂધ - લુઝ , અને થાબડી (લુઝ) , ચારણ ડેરી (આર્યસમાજ રોડ) માંથી દૂધ( લુઝ) અને દહીં (લુઝ) , શ્રી અંબિકા ડેરી ફાર્મ ( ૨૧ - દિ .પ્લોટ ) માંથીદૂધ (લુઝ) અને બદામ કટ ની (બંગાળી મીઠાઇ (લુઝ) , જય દ્વારકાધીશ ડેરી ફાર્મ ( રણજીત સાગર રોડ) માંથી સેપરેટ દહીં (લુઝ) અને ઘી (લુઝ), બંસરી ડેરી ફાર્મ ( રણજીતસાગર રોડ ) માંથી માવા પેંડા, ખુશ્બુ ડેરી ફાર્મ ( રણજીત સાગર રોડ) મ ાંથી ભેસ નું દૂધ (લુઝ) , માધવ ડેરી ફાર્મ ( સર્વોદય સોસાયટી) માંથી મિક્સ દૂધ (લુઝ), શ્રી શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટ ( મેહુલ નગર) માંથી દૂધ ના પેંડા (લુઝ) , જય ગોપાલ ડેરી ( સત્યમ રોડ) માંથી દહીં (લુઝ) , મોમાઈ ડેરી ફાર્મ ( સત્યમ રોડ) માંથી ભેસ નું દૂધ (લુઝ) , રાધે ડેરી ફાર્મ ( સત્યમ રોડ) માંથી ગાય નું દૂધ (લુઝ) , શિવાલય ડેરીએન્ડ સ્વીટ એન્ડ કેટરિંગ (ઇન્દિરા રોડ) માંથી માવા ના પેંડા (લુઝ) અને પનીર (લુઝ) , કૈલાષ ડેરી ફાર્મ ( રણજીત નગર) માંથી માખણ (લુઝ) અને દૂધ ના પેંડા, એકતા સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ ( રણજીત નગર) માંથી દૂધ ની બરફી (લુઝ) અને દૂધ ના પેંડા (લુઝ), દૂધગંગા ડેરી ફાર્મ (એસ.ટી.બસ સ્ ટેશન પાસે) દૂધની લુઝ થાબડી અને વ્હાઈટ પેંડા (લુઝ), શ્રી ખોડલ ડેરી( રણજીત નગર) માંથી ભેસ નું દૂધ , શ્રીજી ડેરી ફાર્મ ( કામદાર કોલોની) માંથી ભેસ નું દૂધ (લુઝ) , શ્રી સદગુરુ ડેરી ફાર્મ (૨૪ - દિ'પ્લોટ) માંથી ભેંસ નું દૂધ (લુઝ) અને શ્રી અંબિકા ડેરી ફાર્મ ( ૨૧ - દી.પ્લોટ ) માંથી પનીર (લુઝ) નાં નમૂના લેવામાં આવ્યા હતા.
તદુપરાંત અલગ અલગ વિસ્તાર માં આવેલ આઈસ ફેક્ટરી માં પાણી મા કલોરીનેશન અંગે ની તપાસણી કરવામાં આવી હતી. અને આઈસ ફેક્ટરી મા સુપર ક્લોરીનેશન જાળવી રાખવા સુચનાઓ આપવામાં આવી હતી. તેમજ,કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા ,ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમા અશોક આઈસ ફેક્ટરી (એમ.પી.શાહ ઉધોગનગર) માં ૧.૫ પીપી એમ જોવા મળેલ , ભુલચંદ એન્ડ કંપની આઈસ ફેક્ટરી માં ૦.૫ પીપી એમ જોવા મળેલ ઓનેસ્ટ આઈસ ફેક્ટરી અને આઝાદ આઈસ ફેક્ટરી( બેડેશ્વર) નો સમાવેશ થાય છે.
તદુપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
તદુપરાંત એસ ડી એમ.,. મામલતદાર ની મળેલ ફરિયાદ અન્વયે એફ.એસ.ઓ. ની ટીમ દ્વારા તળાવ ની પાળે આવેલ ડોમિનોઝ પીઝા માં રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેમજ ચીઝ ,બટર , પનીર ના રેન્ડમલી પેકેટ તોડી રૂબરૂ ખરાઈ કરવામાં આવી હતી. તેમજ પેઢી ને દિવસ -૨ માં પેસ્ટકંટ્રોલ, પાણી ના રીપોર્ટ તેમજ કામ કરતા કર્મચારી ના મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટ રજુ કરવા નોટીશ ફટકારવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial