Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસ પહેલા 'દેશ કી બેટી' અને હવે ફોગાટ માટે 'દેશ કી ગદ્દાર' જેવો વાણીવિલાસઃ
જામનગર તા. ૯: પેરીસમાં રમાયેલ ઓલિમ્પિક-ર૦ર૪ માં ભારતના ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવતા મેડલો જીત્યા... તેમાં ભારતને અગાઉ પણ વિવિધ રમતોત્સવમાં ગૌરવ અપાવનાર મહિલા રેસલર વિનસ ફોગાટને માત્ર ૧૦૦ ગ્રામ વધુ વજનના કારણે ડીસ્કવોલીફાય કરવાના બનાવથી સમગ્ર દેશમાં ઉહાપોહ મચી ગયો હતો.
સૌથી મહત્ત્વની અને જેમની ટીપ્પણીઓની નોંધ ભારતના તમામ મીડિયાએ લીધી તેમાં વડાપ્રધાન સહિતના રાજકીય નેતાઓએ 'દેશ કી બેટી' જેવા સન્માનજનક શબ્દો સાથે ફોગાટને નવાજી હતી.
હરિયાણામાં ફોગાટનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષો (ભાજપ સિવાયના) એ ફોગાટને બિરદાવી હતી. ફોગાટે રાહુલ, સોનિયા ગાંધી સહિતના નેતાઓની શુભેચ્છા મુલાકાતો લીધી... બસ... ત્યારપછી ભાજપના બોલકણાં નેતાઓ અને ખાસ કરીને પહેલવાનોના આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું તેવા બૃજભૂષણે એલફેલ નિવેદનો ચાલુ કર્યા...
તેમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવતા અને ફોગાટ તથા પુનિયા કોંગ્રેસમાં જોડાયા... ફોગાટને કોંગ્રેસે ઉમેદવાર બનાવી... અને હરિયાણામાં ચોમેર તેમને લોકો તરફથી જે રીતે જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે તે જોતા ભાજપના નેતાઓ સ્તબ્ધ બની ગયા... ફોગાટને વિધાનસભાની ટિકિટ અને પુનિયાને કિસાન કોંગ્રેસના પ્રમુખ બનાવી કોંગ્રેસે મોટો માસ્ટર સ્ટ્રોક મારી દીધો હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે આમે ય કપરા ચઢાણ જેવી સ્થિતિ દરરોજ સર્જાય છે. ટિકિટ વહેંચણી પછી પક્ષમાં જબરો અસંતોષ ફેલાયો છે. અનેક નાના-મોટા નેતાઓએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે. બળવો કર્યો છે. હરિયાણામાં અગ્નિવીર, ખેડૂત આંદોલન, પહેલવાનોને અન્યાય જેવા મુદ્દાઓના કારણે સર્વે મુજબ ભાજપ બેકફૂટ પર હોવાના તારણો દર્શાવાય છે.
'દેશ કી બેટી'થી સન્માન આપનાર ભાજપના બોલકણા નેતા હવે ફોગાટને દેશદ્રોહી સુધીની ઉપમા આપી રહ્યા છે. તેના વિશે અપમાનજનક શબ્દોનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા હોય, માત્ર હરિયાણાની જનતામાં જ નહીં સમગ્ર દેશમાં ભાજપના નેતાઓના 'અભિબોલા અભી ફોક' જેવી ચાલાબાજીથી નારાજગી જ નહીં રોષ ફેલાય તે સ્વાભાવિક છે.
જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે બૃજભૂષણને ફોગાટ કે પુનિયા વિરૂદ્ધ બફાટ નહીં કરવા આદેશ આપ્યો છે. (ભાજપની આ જ તો મોડેસ ઓપરેન્ડી છે... કેટલાક નેતાઓને નિર્ધારીત સ્ક્રીપ્ટ મુજબ ગમે તેવા આપત્તિજનક નિવેદનો કરવાની છૂટ આપવામાં આવે... અને વિવાદ સર્જાય પછી ભાજપના નેતાઓ તેવા નેતાઓને રોકે છે તેવી સૂચના જાહેર કરાય... અથવા ભાજપને લેવા દેવા નથી તેવું નિવેદન કરી દેવાય... તાજેતરનો કંગના રાનૌતનું ઉદાહરણ પણ મોજુદ છે)
જે હોય તે, એની હાઉ... ભાજપના ખાસ કરીને ફોગાટ વિશેના નેગેટીવ પ્રચારની ભાજપ માટે ખૂબ જ વિપરીત અસર થઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવે છે.
ભાજપ હવે ગમે તેવું ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો કરે કે 'નાટક' કરે... દેશ કી બેટી કહીને થોડાક જ દિવસોમાં ફોગાટને દેશ કી ગદ્દાર કહેનારા પક્ષના નેતાઓને હરિયાણાની પ્રજા મતરૂપી જવાબ આપશે તે નક્કી છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial