Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વરસાદી સિઝનમાં ભરપૂર વરસાદ પડ્યો, જેથી રોડ, રસ્તા વગેરેને ભારે નુકસાન થયું ેછે. હાલ વરસાદ બંધ થયા પછી દરેક જગ્યાએ વરસાદના લીધે થયેલ રોડ રસ્તાના નુકસાન બાબતે નગરપાલિકા પેચવર્ક કરી અને વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ ના પડે એ માટે કામ કરી રહી છે. પરંતુ સલાયા નગરપાલિકામાં આ બાબતે હજી નિદ્રામાં હોઈ એવું જણાય છે. સલાયામાં મેઈન નગર ગેટ પાસે, જીરાન પાસે, બંદર રોડ, કસ્ટમ રોડ, મસ્જિદ ચોક, શાક માર્કેટ, ધનશેર, ખારો નાકાર, સ્ટેશન રોડ, કરાર પાળો, બારલો વાસ જેવા મુખ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડમાં પેચવર્ક કરી જરૂરી મરામત કરવી જરૂરી બની છે. તેમજ લગભગ મોટા ભાગના ભૂગર્ભના ઢાંકણા તૂટી ગયા છે. જે પણ બદલવા જરૂરી છે. અમુક ઢાંકણા જેમતેમ ઉપર મૂકી દીધા છે. જેના લીધે વાહન ચાલક તેમજ રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે. માટે વરસાદ પછી પ્રજાને પડતી તકલીફો દૂર કરવા નગરપાલિકા આળસ ખંખેરી અને કામ કરે એ જરૂરી બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial