Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ૬ ની ધરપકડ, ર૭ ની અટકાયત કરીઃ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સઃ અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં: હર્ષ સંઘવી
સુરત તા. ૯: ગઈકાલે સુરતમાં ગણપતિના મંડપ પર પથ્થરમારો અને વાહનોને આગ ચાંપી પછી રાતભર દોડતી રહેતી પોલીસે ૩૩ શખ્સોને દબોચી લીધા છે, તે પૈકી ૬ ની ધરપકડ અને ર૭ ની અટકાયત કરી હતી. સુરતના પોલીસ કમિશનર આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.
સુરતમાં ગઈકાલે સૈયદપુર વિસ્તામાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના બની હતી, જેમાં થોડા યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર ફેંક્યા હતાં. આ ઘટના પછી સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના પછી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ર૭ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેઓ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતાં.
ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવતા માહોલ તંગ બન્યો છે. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થ્રમારો થતા બબાલ થઈ તે પછી મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતાં. ઘટનાની જાણ થતા ધારાસભ્ય કાંતિ બલ્લર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ અને ધારાસભ્ય પર પથ્થરમારો કર્યો. વિધર્મી તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગણેશ ભક્તો માંગ કરી રહ્યા છે. ગણેશ પંડાલ પર પથ્થરમારો થતા હિન્દુ યુવકો રસ્તા પર ઉતર્યા હતાં, તો લોકોના ટોળાએ સૈયદપુરામાં વાહનોને આગચંપી કરતા તંગદિલી વધી હતી. સુરતના લાલગેટ વિસ્તારમાં વિધર્મી યુવકોએ પથ્થરમારો કર્યો. એટલું જ નહીં, ગણેશ મહોત્સવના બીજા દિવસે હિન્દુઓની આસ્થા પર હુમલો થયો છે.
એક તરફ વડોદરામાં ગણેશ મૂર્તિને ખંડિત કરી તો સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા અને તોફાનીઓને પકડીને જેલભેગા કરવાની સૂચના આપી. આખી રાત કવાયત હાથ ધરીને સવાર સુધીમાં ર૭ જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. સાંસદ મુકેશ દલાલે પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
સુરત પથ્થરમારાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રીએ પોસ્ટ કરી હતી. તેમણે સુરત પોલીસે રાતભર કરેલી કામગીરીની માહિતી આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે મેં જે વચન આપ્યું હતું તે પ્રમાણે સૂર્યોદય પહેલા તમામ પથ્થરબાજોને પકડી લેવામાં આવ્યા છે. કુલ ર૭ પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરબાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસી ટીવી અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. તેમણે ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. તેના પછી પગપાળા સૈયદ પુરા ચોકી પાસે પહોંચ્યા હતાં. હર્ષ સંઘવીએ નિવેદનમાં જણાવ્યું કે, કોઈપણ અસામાજિક તત્ત્વોને છોડવામાં આવશે નહિં. આ રીતની પ્રવૃત્તિ નહિં ચલાવાય. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લોખંડના તાળા પણ તૂટશે. આરોપીઓને બહાર પણ કાઢવામાં આવશે.
ગઈ રાત્રે તોફાનગ્રસ્ત વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતાં. તેમજ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, હાલ ઘટના થ્ળે શાંતિપૂર્ણ માહોલ છે, તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સુરતની ઘટના પછી રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના એસપી, આઈજી તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે. તહેવારોના ટાણે રાજ્યમાં કોમી એક્તા જળવાય અને અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મૂર્તિ પર પથ્થરમારો, બીજા ઘટના સ્થળ પર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમે જલદી શાંતિ સમિતિની બેઠક યોજીશું જેમાં આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. જે લોકોને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહીં. સીસી ટીવી કૂટેજનું ચેકીંગ ચાલુ છે. જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ધરપકડ અને અટકાયતનો દૌર ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, સંવેદનશીલ વિસ્તારો તથા ગણેશ પંડાલોની યાદી તૈયાર કરીને હજુ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે, અને પેટ્રોલીંગ તથા બંદોબસ્ત વધુ ચૂસ્ત બનાવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial