Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ ટકા અને ફરિયાદ ખર્ચ પણ ચૂકવાશેઃ
જામનગર તા. ૯: જામનગરના એક આસામીએ વીમા કંપની પાસે માંગેલુ વળતર ન ચૂકવાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગર શહેરના ઋષિરાજસિંહ એલ. જાડેજા નામના આસામીએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોલિસી લીધા પછી અકસ્માતમાં પગમાં ઈજા થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. જેમાં રૂ. ૧,૬૭,૫૧૯નો ખર્ચ થયો હતો. તે રકમ મેળવવા વીમા કંપનીને જાણ કરાઈ હતી.
તે રકમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે ઉપરોક્ત રકમ છ ટકા વ્યાજ સાથે અને ખર્ચના રૂ. પ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial