Advertisement
Author: નોબત સમાચાર

બ્રાસ ઉદ્યોગમાં ૧પ૦ કેવીએ સુધીના વીજભાર એલ.ટી. કનેક્શન ગણાશે

જામનગર ચેમ્બર અને ફેક્ટરી એસસિએશનની રજૂઆતોને સફળતા

જામનગર તા. ૯: જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ૧૦૦ કે.વી.એ. કરતા વધુ વીજભારનો ઉપયોગ કરતા ઔદ્યોગિક એકમોને એચ.ટી. જોડાણ લેવા વીજતંત્ર દ્વારા નોટીસો આપવામાં આવી હતી.

હાલના સંજોગોમાં એચ.ટી. જોડાણ મેળવવું લધુ ઉદ્યોગકારો માટે આર્થિક તથા અન્ય પરિબળોના કારણે શક્ય નથી. આથી ૧પ૦ કે.વી.એ. સુધીના વીજભારને એલ.ટી. કનેક્શન ગણવા ચેમ્બર ઓફ કોમર્સ તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસો. દ્વારા ગુજરાત વીજ નિયમન પંચ તથા સંબંધિત વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હતી.

રાજ્યની વિવિધ વીજ કંપનીઓનું સંચાલન કરતી ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન, ગાંધીનગર દ્વારા રચવામાં આવેલી ઈલેક્ટ્રીસિટી સપ્લાય કોડ રીવ્યુ પેનલમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ કેશવાલાનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટીની મિટિંગ તા. ૧૬-૭-ર૦ર૪ ના ગાંધીનગરમાં મળેલી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરા તથા માનદ્મંત્રી મનસુખભાઈ વી. સાવલાએ ઉપસ્થિત રહી જામનગરના બ્રાસ ઉદ્યોગના પ્રાણપ્રશ્ન કહી શકાય એવા ૧પ૦ કે.વી.એ. સુધીના વીજભારને એલ.ટી. કનેક્શન ગણવા બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેની ફળશ્રુતિરૂપે એસો.ની માંગણી મુજબ જરૂરી ફેરફાર સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે, તેવી સૈદ્ધાંતિક ખાતરી આપવામાં આવી હતી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ની અસરકારક સંયુક્ત રજૂઆતને કારણે વીજ કંપની દ્વારા આ બાબતનું ડ્રાફ્ટ નોટીફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આમ વર્ષો જુના આ પ્રશ્નનો અનુકૂળ ઉકેલ લાવવામાં એસો.ને સફળતા મળી છે. આ રજૂઆતમાં ગુજરાત ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસો. સહિત રાજ્યભરની અન્ય ઔદ્યોગિક સંસ્થાઓનો પણ સહકાર મળ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh