Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા નવ લાખના સિંગદાણાની છેતરપિંડીના ગુન્હામાં ફરાર ઝડપાયો

પેરોલ ફર્લો સ્ક્વોડએ સુરતમાંથી દબોચી લીધોઃ

જામનગર તા.૦૯: ધ્રોલમાં વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા રૂ.  ૯ લાખના સિંગદાણાની છેતરપિંડીના ગુન્હામાં નાસતા ફરતા સુરતના શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડે સુરતમાંથી પકડી પાડ્યો છે.

ધ્રોલના ૫ોલીસમથકમાં વર્ષ ૨૦૧૯માં રૂ.  ૯ લાખના સિંગદાણાની છેતરપિંડી અંગે ગુન્હો નોંધાયો હતો. તેની શરૂ થયેલી તપાસમાં સુરતના સીમાડા ગામના ચેતન ઉકાભાઈ દૂધાત નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.

ઉપરોક્ત આરોપી છેલ્લા પાંચેક વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો. આ આરોપી સુરતમાં હીરાના એક કારખાનામાં આવ્યો હોવાની બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોડને મળતા પીએસઆઈ એમ.વી. ભાટીયાની સૂચનાથી સુરત ધસી ગયેલી પેરોલ ફર્લો ટીમે ત્યાંથી આરોપીને દબોચી લઈ તેનો કબજો ધ્રોલ પોલીસને સોંપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh