Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવબાંધણાનો ઉલાળિયો થતા તંત્ર દોડ્યું: મોડી રાત્રિ સુધી લોકોએ માણી મેળાની મોજ
ખંભાળિયા તા. ૯: ખંભાળિયામાં મીની તરણેતર ગણાતો મેળો ધમધમ્યો હતો અને લોકોએ મોડી રાત સુધી મેળાની મોજ માણી હતી.
દેવૂભિ દ્વારકા જિલ્લામાં જ નહીં, પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ખંભાળિયાના શીરેશ્વર મહાદેવહ શીરૂવાડીના રખપાંચમના મેળામાં રોજ દોઢથી બે લાખ સુધી લોકો ઉમટતા તથા વાહનોની લાઈનો સાથે શીરેશ્વર જતા રસ્તાઓ ટ્રાફિકથી ભરાયેલા થઈ ગયા હતાં.
રાજ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું પછી બીજા દિવસે સાંજે રાઈડ ચાલુ થઈ
શક્તિનગરના મેળાનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ ત્રીજના દિવસે જ કર્યું હતું ચાર દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં તંત્રો અને પરવાના માંગનાર, ગ્રામપંચાયતો આ ત્રણેય વચ્ચે સંકલન ના હોય મેળાનું ઉદ્ઘાટન થયું, પણ રાઈડો છેક સાંજે બીજે દિવસે ચાલુ થઈ હતી. રાઈડો ચાલુ થયાની જાણ થતાં લોકો ઉમટ્યા હતાં તથા તંત્ર દ્વારા બાર વાગ્યાથી મેળાના સમયમર્યાદા છતાં સવારે ચાર વાગ્યા સુધી મેળો ધમધમ્યો હતો. તો ગઈકાલે રવિવારે સવારથી જ લોકો પોતાના ધંધા-રોજગાર બંધ કરીને ઉમટી પડ્યા હતાં તથા મોડી રાત્રિ સુધી મેળો ધમધમ્યો હતો તથા મેળામાં વિવિધ ચકડોળ, ટોરાટોરા, વહાણ, ચકડોળ, ફજેતાફારકામાં કતારો લાગી હતી.
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો તથા કલ્યાણપુર, ભાણવડ, દ્વારકાથી અને જામનગરથી પણ રાત્રિ મેળા ગણાતા આ મેળામાં લોકો ઉમટ્યા હતાં, જો કે મેળામાં દર વર્ષે લૂંટમેળો થતો હોવાની ફરિયાદના પગલે પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા પ૦ રૂપિયાનું ભાવ બાંધણું કરાયું હતું, છતાં ક્યાંક પ૦/૧૦૦ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થતા મામલતદાર વિક્રમ વરૂ તથા ટી.ડી.ઓ. સેરડિયા દ્વારા તુરંત પગલાં લેવાયા હતાં.
પોલીસ તંત્ર દ્વારા ખાસ કન્ટ્રોલ રૂમ ગોઠવીને સી.સી. ટી.વી.ની મદદથી ક્યાંય પણ કોઈ પ્રશ્ન થાય તો તેનું તુરત નિકાલ કરવા અદ્ભુત વ્યવસ્થા ગોઠવાઈ હતી તથા પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
રાત્રિ મેળો ગણાતા શીરેશ્વર મહાદેવ મેળામાં ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારોમાંથી હજારોની મેદની ઉમટતા બે દિવસમાં સાડાત્રણ લાખથી વધુ લોકોએ મેળો માણ્યો હોવાનો અંદાજ છે. આ વખતે ગ્રામ પંચાયત દ્વારા ચકડોળમાં બે સ્ટોલ વચ્ચે જગ્યા મૂકાતા થોડું હળવું વાતાવરણ રહ્યું હતું, તો જેમાં દર્શકો કે મેળાનું લાભ લેવાનું સૌથી ઓછું જોખમ છે તે મોતના કૂવાને ત્રણ દિવસથી મંજુરી ના મળતા લાખો રૂપિયાના સ્ટોલ લઈને આવેલા ધંધાર્થી મુશ્કેલીમાં મૂકાતા તેમની પરેશાનીનો વીડિયો વાયરલ થયો હતો તો અમુક લોકો હરાજીમાં પ્લોટ લઈને પછી વેચવાનો ધંધો કરતા હોય ચકડોળમાં મોડું થતા તેઓ પણ ભરાઈ ગયાનો ઘાટ થયો હતો તો પરવાનગી પહેલા ચકડોળ ચાલુ થતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસને કહી બંધ કરાવાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial