Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂ ભગવંતો, જૈન અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, તપસ્વીઓએ પરસ્પર 'મીચ્છામી દુકડમ્' કર્યાઃ પર્યુષણ પર્વનું સમાપનઃ
જૈનોના મહા પર્વ એટલે કે પર્યુષણ પર્વની સમાપ્તિ થતા ગઈકાલે રવિવારે તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી. જેમાં જૈન સમાજના સાધુ-ભગવંતો, સમાજના શ્રેષ્ઠીઓ અને તપસ્વીઓ જોડાયા હતાં. જૈન સમાજના પાવનકારી પર્યુષણ મહાપર્વની સમાપ્તિ થતાં એકમેકને મીચ્છામી દુકડમ્ કહ્યા હતાં. અનેક ભાઈ-બહેનોએ ઉગ્ર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. ગ્રેઈન માર્કેટમાં આવેલ અમૃતવાડીમાં તસ્વીપઓના પારણા મુનિવર હેમન્ત વિજયજી મ.સા. અને દેવરક્ષિત વિજયજી મ.સા.ની નિશ્રામાં યોજાયા હતાં. આ પછી બપોરે ૧૬૯ તપસ્વીઓએ કરેલી ઉગ્ર ઉપવાસની તપસ્યા પછી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને શેઠજી દેરાસરે સંપન્ન થઈ હતી. જેમાં ગુરુભગવંતો, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, સમાજના આગેવાનો, તપસ્વીઓ વગેરે જોડાયા હતાં. આ પહેલા જ્યોતિ વિનોદ પાઠશાળામાં યોજાયેલ કાર્યક્રમમાં ગુરૂભગવંતોએ આશીર્વાદ પાઠવ્યા હતાં. પારણાના લાભાર્થી તરીકે ધિરજલાલ ખુશાલચંદ્ર, ચંદનબેન શાહ, પોપટલાલ દોશી પરિવાર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial