Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા પંચાયત ભવનમાં
જામનગર તા. ૯: સમગ્ર દેશમાં હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ૭મા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮થી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવે છે.
જામનગર જિ.પં.ના ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર જિલ્લામાં તા.૧-૯-૨૪થી તા.૩૦-૯ સુધી પોષણ માસની ઉજવણીના આયોજન વિશે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએથી શહેરકક્ષા સુધી દરરોજ વિવિધ થીમ આધારિત દિવસો જેમાં એનીમીયા નાબુદી, બાળકોનો વૃદ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પુરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્રમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી, સર્વગ્રાહી પોષણ પર ધ્યાન કેન્દ્રીત કરતી પ્રવૃત્તિઓ થકી વિવિધ પ્રવૃત્તિઓ કરવા જણાવાયું.
મહિના દરમિયાન સમિતિના લગત વિભાગો જેમ કે માહિતી, શિક્ષણ, આરોગ્ય વગેરે દ્વારા રોજેરોજની આયોજન મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરીને પોષણ અભિયાન જનઆંદોલન ડેશ બોર્ડ પર એન્ટ્રી કરવા, પોષણ એપનો કર્મચારીઓ નિયમિત ઉપયોગ કરે, મિલેટ્સનો પ્રચાર પ્રસાર વધે, વાલીઓને જાગૃત કરવા તેમજ અત્રેની કચેરીને નિયમિત અહેવાલ મોકલી આપવા માટે સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી તમામ સ્તરે જિલ્લા અધિકારીઓને આ પ્રવૃત્તિઓનું ઉત્સાહપૂર્વક આયોજન કરવા અંગે અને ગ્રામ પંચાયતો, શહેરી, સ્થાનિક સંસ્થાઓનો લાભ લઈ મોટા સમુદાયની સહભાગીતાને પ્રોત્સાહિત કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ખાસ કરી આઈસીડીએસ, આરોગ્ય અને શિક્ષણ શાખાએ તમામ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરી પોષણ માસને સાર્થક બનાવવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
બેઠકના અંતે તમામ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, આરસીએચઓ ડો. નૂપુર કુમારી પ્રસાદ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર બીનલ સુથાર, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી તાલુકા કક્ષાના આઈસીડીએસના કર્મચારીગણ તેમજ સમિતિના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial