Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકને રોંગ સાઈડમાં આવેલી મોટરની ટક્કર
જામનગર તા.૦૯: ખંભાળિયાના કુવાડિયા ગામ પાસે શનિવારે રાત્રે ડબલ સવારીમાં જતા બાઈકને રોંગ સાઈડમાં આવેલી મોટરે ઠોકર મારી દીધી હતી. આ અક્સ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે અને એક યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.
ખંભાળિયા નજીકના ચૂડેશ્વરમાં વાડી વિસ્તારમાં વસવાટ કરતા ગોવિંદભાઈ વેજાણંદભાઈ આંબલીયાના કાકાના દીકરા નરેશભાઈ તથા હિરેનભાઈ શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર કુવાડિયા ગામના પાટિયા પાસેથી જીજે ૩૭ એલ ૭૩૩૭ નંબરના મોટર સાયકલમાં જતા હતા.
આ વેળાએ રોંગ સાઈડમાં ધસી આવેલી જીજે ૨૫ જે ૨૭૯૬ નંબરની સ્વિફ્ટ મોટરના ચાલકે તે વાહનને ઠોકર મારી દીધી હતી. બાઈક પરથી ફંગોળાયેલા નરેશભાઈને ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે હિરેનભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.
ખંભાળિયા પોલીસ મથકમાં ગોવિંદભાઈ વેજાણંદભાઈ આંબલીયાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial