Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૭ પુરૂષ, ૩૧ મહિલા તીનપત્તી રમતાં ઝડપાયાઃ પોલીસને જોઈને ૩ પત્તાપ્રેમી નાસી ગયાઃ
જામનગર તા. ૯: જામનગર શહેરના ગુલાબનગર, મધુરમ સોસાયટી, ગણપતનગર, યાદવનગર, ઈંદીરા કોલોની, વાયુનગર, હાપા રેલવે સ્ટેશ વિસ્તાર, સુભાષપરા, ગોકુલનગર, તેમજ જોડીયા, લાલપુરના અપીયા, આરીખાણા, જામજોધપુરના મહિકી, મોટી ભલસાણ, મેવાસા આંબરડી વગેરે ગામોમાં પોલીસે શનિ તથા રવિવારના દિવસોમાં જુગાર પકડવા પાડેલા ૧૯ દરોડામાં ૩૧ મહિલા સહિત ૧૦૮ વ્યક્તિ ગંજીપાના કુટતા ઝડપાઈ ગયા હતાં. ત્રણ નાસી ગયા હતાં. તમામ સ્થળેથી રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તાર સામે આવેલા સત્યસાંઈ નગરમાં ગઈકાલે સાંજે એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના પીઆઈ એન. એ. ચાવડાની સુચનાથી પીએસઆઈ એમ. એન. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફે ભાવિકાબેન અજયભાઈ શ્રીવાસ્તવ ઉર્ફે ભૂમીબેનના મકાનમાં દરોડો પાડયો હતો. આ મકાનમાં ભાવિકાબેનને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતાં રેખાબેન રમેશભાઈ વારા, રાભીયાબેન જાહીદ કાદરી, સવીતાબેન પ્રવિણભાઈ મઢવી, યુક્તિબેન હિતેષભાઈ ચૌહાણ, કુંદનબા ભરતસિંહ જાડેજા, કંચનબા મોતીસિંહ જાડેજા, રીટાબા ચંદ્રસિંહ જાડેજા નામના સાત મહિલા મળી આવ્યા હતાં. પોલીસે પટમાંથી રૂપિયા પર૮૦૦ રોકડા, છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૩ર,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યાે છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ સોસાયટીમાં ગઈકાલે સાંજે જુગાર રમતાં સોભનાબેન ભુપતભાઈ ગોહિલ, રાજલબેન ભુપતભાઈ ગોહિલ, રંજનબેન અશોકભાઈ સિતાપરા નામના ત્રણ મહિલાને પોલીસે રૂપિયા ૧૩૯૦ રોકડા સાથે પકડી પાડયા છે.
જામનગરના ગણપતનગરમાં આરવ બિલ્ડીંગ પાછળ ગઈકાલે બપોરે જુગાર રમતાં રમીલાબેન ગુલાબભાઈ મહિડા, મીઘેજીભાઈ રામજીભાઈ બોચીયા, નાથાભાઈ દેવાભાઈ ચાવડા, પ્રકાશ વિજયભાઈ પરમાર, નામના ચાર વ્યક્તિને પોલીસે રૂપિયા ર૯૬૦ સાથે પકડી લીધા છે.
જામનગરના યાદવનગરમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતાં કલ્પેશ નાથાભાઈ સોલંકી, વિજય મારખીભાઈ કરમુર, દિલીપ વજાભાઈ કરમુર, દિનેશ ચંદુભાઈ ગોહિલ નામના ચાર વ્યક્તિ પોલીસે રૂપિયા ર૦૧૮૦ સાથે પકડી પાડયા હતાં.
યાદવનગરમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં નાથાભાઈ દેવાભાઈ સોલંકીના મકાનમાંથી જુગારની મહેફીલ પકડાઈ હતી. નાથાભાઈને નાલ આપી ગંજીપાના કુટી રહેલા નારણભાઈ ડાડુભાઈ નંદાણીયા, મંગાભાઈ લખમણભાઈ મકવાણા, સોમાભાઈ અળશીભાઈ વસરા, રવજીભાઈ બાલાભાઈ જાંબુશા નામના પાંચ શખ્સ રૂપીયા ર૭ર૯૦ સાથે જડપાઈ ગયા હતાં.
જામનગરની ઈંદીરા કોલોનીમાં ગઈકાલે સાંજે રોનપોલીસ રમતા નોંધાભાઈ લખમણભાઈ ઢાંગુ, મેરૂભાઈ સામતભાઈ આંબલીયા, નારણભાઈ પાલાભાઈ ચાવડા, ભીમાભાઈ રાજશીભાઈ બડીયાદરા, હરપાલસિંહ અજીતસિંહ જાડેજા નામના પાંચ શખ્સ રૂપિયા ૧૦ર૮૦ સાથે પકડાઈ ગયા હતાં.
જામનગરના વાયુનગરમાં કિશોર શંભુભાઈ પુરબીયા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડતાં કિશોરભાઈને નાલઆપી ગંજીપાનાથી જુગાર રમતાં નરેશ તાનસીંગ પરમાર, નવીન જીવાભાઈ રાઠોડ, મયુર છગનભાઈ ભીલ, સંતોષ મોહનભાઈ વાજડકા, દિપક વેલજીભાઈ ભીલ, અતુલ બાબુલાલ મકવાણા, મુસ્તકા હબીબભાઈ ખફી નામના આઠ શખ્સ રૂપિયા ૨૦૭૧૦ રોકડા, એક રીક્ષા, ત્રણ બાઈક સાથે ઝડપાઈ ગયા હતાં.
જામનગર નજીકના હાપામાં કાર્તીક સ્વામીના મંદિર પાસે ગઈકાલે સાંજે જાહેરમાં જુગાર રમતાં ચેતનાબા લખુભા ચૌહાણ, ડીમ્પલબેન ચેતનભાઈ બોરસણીયા, સોનલબેન નારૂભાઈ બોરસણીયા, રીટાબેન મયુરગીરી ગોસ્વામી, જયશ્રીબેન નારૂભાઈ બોરસણીયા નામના પાંચ મહિલા રૂપિયા ૪૬૪૦ સાથે ઝડપાઈ ગયા હતાં.
હાપા રેલવે સ્ટેશન પાસે મોતીપાર્કમાં ગઈકાલે સાંજે જુગાર રમતાં શીલ્પાબેન વિક્રમભાઈ વરાણીયા, લાખુબેન હંસરાજભાઈ કોળી, રવીનાબેન વિજયભાઈ કાઠીયા, ધીરજબેન ભીખુભાઈ રાઠોડ, રમાબેન દીપકભાઈ પરમાર, જયપાલ જયેશભાઈ ચાવડા નામના છ વ્યક્તિ રૂપિયા ૪૬૩૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાયા હતાં.
જોડીયા શહેરના કોળીવાસમાં ગઈકાલે બપોરે જુગાર રમતાં દિનેશ પરસોતમ ધામેચા, વિનોદ મોહનભાઈ ધામેચા નામના બે શખ્સ પોલીસના દરોડામાં પકડાય ગયા હતાં. અજયભાઈ મોહનભાઈ ધામેચા, અમીત મણીલાલ ધામેચા નામના બે શખ્સ નાસી ગયા હતાં. પટમાંથી રૂપિયા ૨૯૩૦ કબ્જે કરાયા છે.
લાલપુર તાલુકાના અપીયા ગામની સીમમાં જુગાર રમતાં દેવશીભાઈ દેવલખીભાઈ ગાગલીયા, અરજણ નાથાભાઈ નંદાણીયા, દેવશીભાઈ વીરાભાઈ ગાગીયા, અશ્વીન ગોવાભાઈ આહીર, રમેશ દેવાયતભાઈ જોગલ, દેશાભાઈ કોડાભાઈ ખોરાસીયા, વેજાભાઈ વરવાભાઈ નંદાણીયા નામના સાત શખ્સ પકડાઈ ગયા હતાં જ્યારે અરસીભાઈ ભાયાભાઈ નંદાણીયા નાસી ગયો હતો. પટમાંથી રૂપીયા ૬૦૦૦ કબ્જે કરાયા છે.
જામજોધપુર તાલુકાના મહિકી ગામ પાસે ગઈરાત્રે જુગાર રમતાં કલ્પેશ મગનભાઈ કોળી, રોહીત ભનાભાઈ કોળી, જેસીંગ ચકાભાઈ કોળી, મુળજી ચકાભાઈ કુડેચા, રમેશ ચોથાભાઈ કોળી, રાહુલ ત્રીભુનભાઈ કોળી નામના સાત શખ્સ પોલીસના દરોડામાં પકડાયા હતાં. પટમાંથી રૂ. ૧૪૧૫૦ કબ્જે કરાયા છે.
જામજોધપુરના મેવાસા આંબરડી ગામમાં ગઈરાત્રે જુગાર રમતાં કુલદીપ ભરતભાઈ પાટળીયા, અર્જુન ભીખાભાઈ રાઠોડ, સુરેશ વીરજીભાઈ મેઠાણીયા, ભરત જીવાભાઈ પાટળીયા, જેંતીભાઈ પુનાભાઈ કુડેચા, મોલાભાઈ લાલાભાઈ ચૌહાણ નામના છ શખ્સ રૂપિયા ૧૦૨૩૦ સાથે ઝડપાઈ ગયા હતાં.
લાલપુર તાલુકાના ખીરસરા ગામના ચોરા પાસે ગઈરાત્રે તીનપત્તી રમતાં સલીમ અબ્બાસ ઝરવાર, ચુનીલાલ પરબતભાઈ સોનગરા, અમઝદ સમસુદ ઝરવાર, મેઘજીભાઈ પરબતભાઈ સોનગરા, ભરતભાઈ ચુનીલાલ સોનગરા, મગનભાઈ પાંચાભાઈ સોનગરા, વેજાભાઈ કચરાભાઈ કેશવાલા, જેરા રામાભાઈ સોનગરા, કાંતીલાલ પ્રેમજીભાઈ સોનગરા, અબ્દુલ સક્કરભાઈ ઝરવાર નામના દસ શખ્સ રૂ. ૨૬૬૦૦ સાથે ઝડપાઈ ગયા હતાં.
જામનગરના ગોકુલનગર માધવબાગ-૧માં ગઈરાત્રે ગંજીપાના કુટતાં ખેરાજ રાણાભાઈ માતંગ, અમરસીંહ કમાભાઈ પરમાર, વૈશાલીબેન વીજયભાઈ રાઠોડ, ભીનીબેન નારણભાઈ બોદર, કમુબેન રમેશભાઈ બોરડીયા નામના પાંચ વ્યક્તિ રૂપિયા ૧૦૫૦૦ સાથે ઝડપાઈ ગયા હતાં.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર રામનગરમાં શનિવારે સાંજે જુગાર રમતાં કુંવરબેન કારાભાઈ કંડોરીયા, પાબીબેન સુભાષભાઈ આહીર, જાંજીબેન દેવશીભાઈ ગોજીયા, જ્યોત્સનાબેન લાલજીભાઈ સોલંકી, ગીતાબેન શૈલેષભાઈ વજેવાડીયા, હીરીબેન રાજુભાઈ માડમ નામના છ મહિલા પોલીસના દરોડામાં રૂપિયા ૧૨૫૭૦ સાથે ઝડપાઈ ગયા હતાં.
જામનગરના સુભાષપરાની શેરી નં. રમાં શનિવારે રાત્રે તીનપત્તી રમતાં મુકેશ ધીરુભાઈ વાઘેલા, કલ્પેશ રમેશભાઈ માલાણી, રમેશ ધીરૂભાઈ સીતાપરા, રાહુલ નાનજીભાઈ પાટળીયા, આરીફ રફીક બ્લોચ, રફીક વલીમામદ નોઈડા નામના છ શખ્સ રૂપિયા ૧૦૩૦૦ સાથે પકડાઈ ગયા હતાં.
જામનગર તાલુકાના મોટીભલસાણ ગામમાં શનીવારની રાત્રે ગંજીપાનાથી જુગાર રમતાં સંજય અરસીભાઈ ચોચા, વીનોદ મેસુરભાઈ છનીયા, હરેશ જયસુખલાલ ત્રિવેદી, પાલાભાઈ ધરણાંતભાઈ આહીર, હેંમત નાગદાન ચાવડા, અરશીભાઈ જીવાભાઈ સુવા નામના છ શખ્સ રૂપિયા ૩૭૮૧૦ રોકડા છ મોબાઈલ, ત્રણ બાઈ મળી રૂપિયા ૧૪૦૮૧૦ના મુદ્દામાલ સાથે પકડાય ગયા હતાં.
લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં જુગાર રમતાં મહેશ રામાભાઈ કોળી, અનીલ મગનભાઈ સીતાપરા, સવજી રાણાભાઈ કોળી, જયેશ પાલાભાઈ કોળી, વિશાલ વિનુભાઈ કોળી નામના પાંચ શખ્સ રૂપિયા ૧૧૩૦૦ સાથે ઝડપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial