Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસે મહિલા રેસલરને હરિયાણા વિધાનસભાની ટિકીટ આપી છે
ચંદીગઢ તા. ૯: કોંગ્રસે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જુલાના સીટ પરથી વિનેશ ફોગાટને ટિકિટ આપી છે. હવે વિનેશ ફોગાટની ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે, કારણ કે, રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા બન્નેનું રાજીનામું સ્વીકારી લીધું છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ હરિયાણાના બે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પોતાના ફોલ્ડમાં સામેલ કર્યા છે. આ પહેલા વિનેશ અને બજરંગે તેમની રેલવે નોકરીમાંથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું. આ પછી રેલવેએ બન્ને કુસ્તીબાજોને કારણ બતાવો નોટીસ ફટકારી હતી. જો કે, હવે રેલવેએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત આપી છે અને બન્નેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. ચૂંટણીપંચના નિયમો અનુસાર જ્યાં સુધી રેલવે વિનેશ ફોગાટનું રાજીનામું સ્વીકારી ન લે અને તેને એનઓસી ન આપે ત્યાં સુધી તે ચૂંટણી નહીં લડી શકે. કારણ બતાવો નોટીસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે, રેલવેએ રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે જેથી રેલવે રાજીનામું ન સ્વીકારે ત્યાં સુધી તેઓ ચૂંટણી લડી શકે નહીં, પરંતુ હવે તેઓ સ્વતંત્ર છે.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર મહિલા રેસલર વિનેશ ફોગાટને રાજયની જુલાના વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે બજરંગ પુનિયા ચૂંટણી લડશે નહીં. તેમને ભારતીય કિસાન કોંગ્રેસના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે.
વિનેશ ફોગાટે રેલવેને મોકલેલા તેમના રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે, તે હાલમાં રેલવે લેવલ-૭ હેઠળ ઓએસડી/સ્પોર્ટસની પોસ્ટ પર કામ કરી રહી છે. વિનેશે જણાવ્યું હતું કે, તેણી તેના કૌટુંબિક સંજોગો/વ્યક્તિગત કારણોસર ઓએસડી/સ્પોર્ટસ તરીકેની ફરજો નિભાવવામાં અસમર્થ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial