Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીવાડી ફાર્મ પાસે યુવક પર પાઈપ થી હુમલોઃ
જામનગર તા. ૯: જામનગરના ખોજાનાકા પાસે સહીયારી મિલ્કતમાં સોલાર પેનલનું વાયરીંગ કરવાના મામલે એક જ પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામ-સામી ફરીયાદ નોંધાવી છે. જ્યારે ખેતીવાડી ફાર્મ પાસે ઝુંપડું સળગાવવાની એક શખ્સે ધમકી આપી એક યુવાનને ગાળોભાંડી પાઈપથી માથામાં ફટકો માર્યાની ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના ખોજાનાકા પાસે વહેવારીયા મદ્રેસા નજીક રહેતાં અલ્તાફ યુસુફ દોદાણી નામના યુવાને શનીવારે ત્યાં આવેલા વડીલો પાર્જીત સંયુક્ત મિલ્કતમાં સોલાર પેનલનું ફિટીંગ કરાવવા આવેલા અબ્દુલ કરીમ નુરમામદ દોદાણીને આ મિલ્કત અંગે કોર્ટમાં કેસ ચાલુ છે તે દરમ્યાન તેમાં ફેરફાર ન કરવો તેમ કહેતાં અબ્દુલ કરીમ તથા તેના પુત્ર મકસુદે પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. આ વેળાએ અલ્તાફના પુત્ર તથા પુત્રી પણ આવી જતાં મકસુદે છરી કાઢી હતી અને વચ્ચે પડેલા રાબીયાબેનને પણ અબ્દુલ કરીમે પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી. આ બાબતની અલ્તાફે સિટી એ ડિવિઝનમાં ફરીયાદ નોંધાવી છે.
આ ફરીયાદની સામે મકસુદ અબ્દુલ કરીમ દોદાણીએ વળતી ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ સહીયારી ચાલીમાં સોલારનું વાયરીંગ તેઓ કરાવતાં હતાં ત્યારે રીયાજ અલ્તાફ દોદાણી, અલ્તાફ યુનુસ દોદાણીએ ગાળોભાંડી પાઈપ થી હુમલો કરી માર માર્યાની અને મકસુદની માતાને પણ છરીથી ઈજા પહોંચાડયાની પોલીસમાં ફરીયાદ કરી છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ નજીક બાવરીવાસમાં રહેતાં સંજય છગનભાઈ બાવરી પાસે આવી શુક્રવારે અમરશી હીરાભાઈ પરમારે તારૂ ઝુંપડું સણગાવી નાખુ તેમ કહેતાં સંજયે દાદાગીરી ન કર તેમ કહ્યું હતું તેથી ઉશ્કેરાયેલા અમરશીએ ફડાકો ઝીંકી માથામાં પાઈપ ફટકાર્યાે હતો. સિટી સી ડિવિઝનમાં સંજય બાવરીયે ફરીયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial