Advertisement
Author: નોબત સમાચાર

ગણેશોત્સવના પ્રથમ દિવસે ૭પ પ્રતિમાનું વિસર્જન

જામનગર મનપા દ્વારા બનાવાયેલા બે વિશાળ કૂંડમાં

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા ગણપતિ વિસર્જન માટેના કૂંડમાં પ્રથમ દિવસે ૭પ મૂર્તિ વિસર્જિત કરાઈ હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા પ્રતિવર્ષે જે સ્થળે વિસર્જન કૂંડ બનાવાય છે, તે સ્થળે હાલ પાણીઘરેલા હોવાના કારણે સ્થળની બદલી કરવામાં આવી છે, અને એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીતસાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડિયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઈન્ટરશેનશલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે.

જામનગરના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર ઝાલા તેમજ સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના બન્ને સ્થળો પર જે બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં પ૦ મીટરની લંબાઈ, અને ર૦ મીટરની પહોળાઈ તેમજ સાડાસાત ફૂટની એવરેજ ઊંડાઈવાળા તૈયાર કરીને તેમાં મોટું પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

ગણેશોત્સવના પ્રથમ દિવસે ખોડિયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં પ૩, જ્યારે બીજા કુંડમાં રર સહિત કુલ ૭પ મૂર્તિઓને પ્રથમ દિવસે ભારે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.

કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, જ્યારે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાનીની રાહબરી હેઠળ હિરેન સોલંકી સહિત પાંચ સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થાની નિગરાની કરી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh