Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રના ભજનીક સહિત બેની ધરપકડ તથા તપાસ સામે અપાયો સ્ટે

હાઈકોર્ટમાં ફરિયાદ સામે કરાઈ છે પીટીશનઃ

જામનગર તા. ૯: જામનગરમાં ભજનના કાર્યક્રમ માટે આવેલા મહારાષ્ટ્રના એક આસામી તથા અન્ય ભજનીક સામે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ સામે હાઈકોર્ટમાં પીટીશન કરાઈ હતી. હાઈકોર્ટે તેની તપાસ અને ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે.

મહારાષ્ટ્રના થાણામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી અને સંતવાણીનો કાર્યક્રમ યોજતા વસંતભાઈ અરજણભાઈ ભદ્રા અને અન્ય વ્યક્તિઓ ભજન માટે ગઈ તા.૨૯ એપ્રિલના દિને જામનગર આવ્યા હતા અને રાત્રે ભજન પૂર્ણ કર્યા પછી જોલી બંગલા નજીક હોટલમાં પહોંચ્યા હતા.

બીજા દિવસની સવારે ત્યાં આવેલા જૂનાગઢના પૂર્વ નગર સેવક ભૂપત શેઠીયા, પાર્થ શેઠીયા, લાલા કાંતિભાઈ ચાંદ્રા એ ગાળો ભાંડી વસંતભાઈને ફડાકા ઝીંક્યા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે દરમિયાન આરોપી ભૂપત શેઠીયાએ જૂનાગઢ પોલીસમાં વસંત ભદ્રા અને જીતુભાઈ સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. તેની સામે હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરાતા હાઈકોર્ટે વસંત ભદ્રા તથા જીતુભાઈ ભજનીકની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે અને તપાસ પણ સ્થગિત કરવા હુકમ કર્યાે છે. વસંતભાઈ તરફથી વકીલ નયન કનખરા, અનુરાગ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh