Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કયાંક અનિયમિત તો કયાંક મનસ્વી વલણથી લોકો ત્રસ્ત
ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં સરકારી હોસ્પિટલમાં જ રોજ ૮૦૦ થી વધુ ઓપીડી દર્દીઓ હોય છે ત્યારે શહેરમાં પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉપાડનાર કોન્ટ્રાકટની બેદરકારી ચિંતાજનક બની છે.
પાલિકા વિસ્તારમાં અનેક સ્થળે કચરો એકઠો કરવાના પોઈન્ટ બનાવાયા છે. જ્યાં પાલિકાના સફાઈકર્મીઓ કચરો એકઠો કરે છે અને ડોર ટુ ડોરની ગાડી ત્યાંથી કચરો ભરી લે પણ ડોર ટુ ડોરની ગાડી વાળા જેમની પાસે ગાડીઓની સંખ્યા ઓછી છે તથા અનિયમિતતા ચાલે છે તેઓ આ કચરો ના ઉપાડતા ત્યાં કચરો જમા થતાં ઉકરડાની સ્થિતિ અને માથેથી વરસાદી ઝાપટા ચિંતાજનક બન્યા છે.
વોર્ડ નં. ૭ સિવાય આખા શહેરમાં રોજ કચરો ઉપાડવા ગાડી આવે છે જ્યારે વોર્ડ નં. ૭માં બે દિવસે એક વખત ગાડી આવતી હોય તેમાં અનિયમિતતા થતાં ૩-૪ દિવસે ગાડી આવતા કચરો કોથળીઓમાં ભેગો કરેલો રાખતા નાગરિકો પેરશાન થઈ જાય છે તો આ ગંભીર બેદરકારી ટીકાપાત્ર બની છે સાથે તંત્રને પણ ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial