Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ પંચાયત વહીવટમાં નબળી પુરવાર થાય છે!
ખંભાળીયા તા. ૯: શિરેશ્વર મેળાનું સંચાલન ગ્રામ પંચાયતના બદલે રેવન્યૂ તંત્ર કરે તે પ્રકારનો પ્રચંડ લોકમત ઘડાઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટા શ્રી શિરેશ્વર મહાદેવ લોકમેળામાં પ્રતિ વર્ષ પરેશાની-પ્રશ્નો ઊભા થતાં હોય દર વર્ષે રાજ્યમંત્રી ઉદ્દઘાટન કરતા હોય તથા ચાર દિવસમાં આઠેક લાખ લોકો જ્યાં ભેગા થતાં હોય તે મેળાનું સંચાલન કરવામાં સ્થાનિક ગ્રામ પંચાયતનું તંત્ર વામણું પુરવાર થતું હોય ગ્રામ પંચાયત તળે સ્ટોલની આવક સામે પણ સંચાલન રેવન્યુ કક્ષાના પ્રાંત અધિકારી મામલતદાર દ્વારા રાજકોટ જેવા અન્ય શહેરોમાં થાય છે તેમ કરવા માંગ લોકો દ્વારા વ્યાપક રીતે કરવામાં આવી છે.
મેળો શરૂ થવાના વીસેક દિવસ પહેલાં પ્લોટ હરાજી છતાં મેળો ચાલુ થયાના દોઢ દિવસે ચકડોળને લાયસન્સ મળ્યા તેમાં મોતના કૂવાના બે સ્ટોલને લાયસન્સ નહીં!! મેળામાં ટેકનિકલ ચેકીંગમાં મોટું, રાઈડ વગર દોઢ દિવસ મેળો ચાલ્યો, પરવાનગી વગર રાઈડ શરૂ થયેલી, ૫૦ રૂપિયા ભાવ બાંધણું અને નવી રાઈડમાં ૭૦-૧૦૦ લેવા કડક થાય તો મૂળ ભાવ લેવો!! કેટલાક પોચી જમીનવાળા ચકડોળને મંજુરી!! મેળાના સમય પછી પણ કલાકો સુધી મેળો ચાલવો!! આવા અનેક પ્રશ્નો હોય અને જ્યાં આઠેક લાખ માણસો ભેગા થાય તેની જવાબદારી માટે વહીવટી તંત્રના જવાબદાર અધિકારી હોવા જરૂરી હોય જેથી લોકો મેળાનો આનંદ માણી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial