Advertisement
Author: નોબત સમાચાર

અવસાન પામેલા શિક્ષકના પરિવારને રૂ. રપ લાખની સહાય આપવા રજૂઆત

અતિવૃષ્ટિ સર્વેની કામગીરી દરમ્યાન

જામનગર તા. ૯: તાજેતરમાં સમગ્ર જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીના સર્વેની કામગીરીમાં જોડાયેલ જામનગર જિલ્લાના શિક્ષક કલ્પેશભાઈ માંડવીયાનું હૃદયરોગના કારણે અવસાન થયેલ હતું. જે અંગે રાજ્યના પ્રવાસન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાએ દિલગીરી વ્યકત કરી હતી.

મંત્રીએ મૃત્યુ પામેલા દિવંગત શિક્ષક સ્વ. કલ્પેશભાઈ ભીખાભાઈ માંડવીયાના પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવી હતી. તેમજ મૃતક શિક્ષકના પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા રપ લાખ સહાય આપવાની રજુઆત કમિશનર મહેસૂલ સચિવ તેમજ જિલ્લા કલેકટર સુધી પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાએ આ અંગે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે. વિશેષમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલ્પેશભાઈના પરિવારને શોક સંદેશ પાઠવ્યો હતો અને મૃતક શિક્ષકના પરિવારજનો સાથે ટેલિફોનિક  વાતચીત કરીને સહાનુભૂતિ પાઠવી મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ખાસ કિસ્સામાં સહાય આપવા અંગે લગત સચિવોને ખાસ સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh