Advertisement
Author: નોબત સમાચાર

રેશનકાર્ડ ઓફિસ પાસે એજન્ટોનો અડીંગો

જામનગરમાં આર.ટી.ઓ. કચેરી નજીકની

જામનગર તા. ૯: લાલબંગલા ન્યાય મંદિર પાસે બે ઝોનલ કચેરી આવેલી છે. જેની આર.ટી.ઓ. કચેરી પાસે ઝોનલ કચેરી બહાર રીતસર લાઈનસર એજન્ટો બેઠા જોવા મળે છે. કચેરીએ આવતા અરજદારોને શું કામ કરાવું છે...? ફોર્મ ભરવા છે, રાશનકાર્ડના બધા કામ કરાવી આપશું તેમ દરેક અરજદારોને બે રોકટોક કહે છે, તેવી જ રીતે ફેમિલી કોર્ટ પાસે આવેલ ઝોનલ કચેરી સામે એજન્ટો જાહેરમાં બેસીને પોતાની પાસે રાશનકાર્ડના ફોર્મ રાખી પૈસા લઈ ફોર્મ ભરી રાશનકાર્ડના લગત કામકાજ કરી આપે છે.

સવાલ એ થાય છે કે, આ બાબતે ઝોનલ ઓફિસર વાકેફ નથી...? આ એજન્ટ જાહેરમાં બેસી આવી પ્રવૃત્તિ કરે છે, તો તેમને રોકવા કોઈ ઓથોરિટી નથી. જાહેરમાં સરકારી કચેરીના અલગ-અલગ ફોર્મ પોતાની પાસે રાખી કચેરીની સામે બેસી આવું કૃત્ય કરવામાં આવે છે અને સરકારી તંત્ર આંખ આડા કાન કરે છે. આવા એજન્ટ સવારથી સાંજ સુધી પોતે પરવાનેદાર હોય તે રીતે અડીંગો જમાવીને જાહેરમાં અરજદારોને ખૂલ્લેઆમ ખંખેરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh