Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગપાલિકાની સઘન સફાઈ ઝુંબેશ
જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ર૭-૮-ર૦ર૪ થી તા. ર૯-૮-ર૦ર૪ દરમિયાન સતત પડેલ ભારે વરસાદની સ્થિતિ પછી વરસાદે વિરામ લેતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણી ઓસરતા કમિશનર ડી.એન. મોદીના આદેશ અનુસાર અને નાયબ કમિશનર ડી.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા, નરેશભાઈ પટેલ, હિતેષભાઈ પાઠક સહિત જામનગર મહાનગરપાલિકાની અલગ અલગ શાખાના નાયબ ઈજનેરો તથા વોર્ડવાઈઝ લાઈઝન ઓફિસરો તથા એસ.આઈ., એસ.એસ.આઈ.ની સમગ્ર ટીમ દ્વારા જામનગર શહેરમાં વરસાદ પહેલાની સ્થિતિ પૂર્વવત થાય અને જનજીવન સામાન્ય બને તે માટે સતત ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.
ત્યારે તા. ૭-૯-ર૦ર૪ ની સવારથી કામગીરી શરૂ કરેલ છે જેમાં જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલ વોર્ડ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને તા. ૭ ના અસગ્રસ્ત વોર્ડમાં ૧૭ જેસીબી, ૯ લોડર, ૩૬ ટ્રેક્ટર તથા ૯૦ મીની ટીપર, ૪૯ બીગ ટીપર (૪૦૭) ફાળવવામાં આવેલ છે. તેમજ અસરગ્રસ્ત વોર્ડ વિસ્તારોમાં વોર્ડના સફાઈ કર્મચારી ઉપરાંત વધારાના ૬૩ સફાઈ કર્મચારીરની ફાળવણી કરવામાં આવેલ છે. ભારે વરસાદ પછી હાલ સુધીમાં શહેરમાંથી પ૭૦૦ મે. ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવેલ છે તથા ૪૦૦૦ બેગ જેટલા પાઉડરનો છંટકાવ કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial