Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામગરના શ્રાવણી મેળાના સંચાલકો, સેવાભાવી સંસ્થાના હોદ્દેદારોનું પ્રશંસનિય કદમ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મેળાના મુખ્ય આયોજક અને રાઈડના સંચાલક એવા શબીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે તથા અન્ય સહયોગીઓ, ઉપરાંત જામનગની સેવાભાવી સંસ્થાના મુખ્ય હોદ્દેદાર પ્રદીપસિંહ વાળા અને તેઓની સમગ્ર ટીમ દ્વારા નાઘેડી તેમજ લાખાબાવળ વિસ્તારમાં આવેલી સંસ્થાના નિરાધાર ૩૦૦ થી વધુ બાળકો માટેની મેળાની મોજ માણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બાળકોને શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે સૌ પ્રથમ જુદી જુદી મનોરંજનની રાઈડ્સમાં બેસાડીને મનોરંજન પૂરૃં પાડવામાં આવ્યું હતું, અને તે પછી તમામ માટે ગણપતિજીના મહાપ્રસાદ લાડવા સહિતનો ભોજન પ્રસાદ અપાયો હતો. તે ઉપરાંત તમામ બાળકોને આઈસ્ક્રીમ, ચોકલેટ સહિતની અન્ય ભેટ સોગાદ આપી હતી. આ પ્રકારે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાસક જુથના નેતા આશિષભાઈ જોષી, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, તેમજ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આવુ ઉમદા અને સ્તુત્ય કાર્ય કરવા બદલ સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તથા મેળાના આયોજકો વગેરેને અભિનંદન અપાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial