Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. દસ હજારનું સરકારી મિલકતને નુકસાનઃ
જામનગરના ગાંધીનગર પાસેના પુનિતનગરમાં લોકો બેસી શકે તે માટે તંત્ર દ્વારા અગાઉ ચાર બાંકડા મૂકવામાં આવ્યા હતા. તે બાંકડા શુક્રવારની રાત્રે કોઈ વિઘ્નસંતોષીએ તોડી નાંખતા નિવૃત્ત આર્મીમેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રૂ. દસ હજારનું સરકારી મિલકતમાં નુકસાન કરવા અંગે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગાંધીનગર નજીક આવેલા પુનિતનગરમાં ચંદ્રસિંહ દેવીસિંહ જાડેજા નામના નિવૃત્ત આર્મીમેનના ઘર પાસે ગાયો બાંધવાના વંડા નજીક તંત્ર દ્વારા લોકોને બેસવાના ઉપયોગમાં આવે તે માટે અગાઉ ચાર બાંકડા મૂકવામાં આવ્યા હતા.
આ બાંકડા શુક્રવારની રાત્રે દોઢ વાગ્યાથી શનિવારની સવાર સુધીમાં કોઈ શખ્સોએ તોડી નાંખ્યા હતા. જેની શનિવારે ચંદ્રસિંહને જાણ થતાં તેઓએ સિટી બી ડિવિઝન પો.સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે સરકારી મિલકતના રૂ. દસ હજારની કિંમતના ચાર બાંકડા તોડી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ. કે. એન. જાડેજાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial