Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી
ગાંધીનગર તા. ૩૦: ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ફેક ફેસબૂક એકાઉન્ટ એક્ટિવ થતા તેમણે લોકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી સતર્ક કર્યા છે.
ગૃહ રાજ્યમંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયું છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમના આઈડીથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ કરી છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક આઈડી છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક આઈડી બન્યા છે. ફેક આઈડી બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે.
સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી. બનાવામાં આવ્યું છે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઈન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો તેમ જણાવ્યું છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે. સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશ્યલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઈલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર પ્લે પેરોડી એકાઉન્ટથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપીંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઈલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઈલ્સ હોવાનો દાવો કરતા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી-રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં આવે છે.
અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ દ્વારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી હતી. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી હતી. નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. સતીશ પટેલે આવા ફેક એકાઉન્ટને ઈગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી હતી. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું સોશ્યલ મીડિયામાં ફેસબુક એકાઉન્ટ ફેક બનતાની સાથે જ વડોદરા જિલ્લામાં ચકચાર મચી ગયો હતો. સતીશ પટેલે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનું એકાઉન્ટ જોતા ચોકી ગયા હતાં. આ મામલાની તેમને જાણ થતાં જ સતીશ પટેલ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અરજી બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial