Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમિતતા, ગણવેશ, દવા છંટકાવ, ચકાસણી અંગે કડક સૂચનાઓ અપાઈ
જામનગર તા. ૩૦: જામનગરમાં સઘન સફાઈ થાય તે હેતુથી મેયર દ્વારા ગઈકાલે એક બેઠક બોલાવાઈ હતી જેમાં સબંધિત વિભાગના અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
શહેરમાં સફાઈ બાબતે ગઈકાલે મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નિર્ણય લેવાયા મુજબ તમામ કાયમી સફાઈ કામદારોને યુનિફોર્મ આપવામાં આવ્યો છે. તેમની તાત્કાલિક અમલવારી કરવી, બંધ કચરાના પોઈન્ટ ફરી વખત શરૂ ન થાય તેની તકેદારી રાખવી, બાકીના જે કચરાના પોઈન્ટ બંધ કરવાના છે તેની અમલવારી, ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી નિયમિત થાય તેની તકેદારી રાખવા, સફાઈ કામદારો સમયસર ઉપસ્થિત રહે તેની તકેદારી રાખવા, પાણીના ખાડા ભરેલ હોય ત્યાં દવા છંટકાવ કરવો, જાહેરમાં ન્યુસન્સ ફેલાવનારા દુકાનદારોને નોટીસો પાઠવી દંડાત્મક કાર્યવાહી કરવી. આગામી શ્રાવણિયા તહેવારોને અનુલક્ષીને ધાર્મિક સ્થળો, શાળા, આંગણવાડી આજુબાજુના વિસ્તારોમાં સફાઈ કરાવવવી, તમામ વોર્ડમાં ઝોનલ, એસઆઈ એસએસએ સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય તેની ચકાસણી કરવી, સફાઈ માટે રાઉન્ડ લઈ ફિલ્ડમાં હાજર રહેવું.
આ બેઠકમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા, સેનીટેશન કમિટીના અધ્યક્ષા જસુબા ઝાલા, ડીએમસી ડી.એ. ઝાલા, સો.વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, ડે. એન્જિ. કેતન કટેશીયા, ઝોનલ ઓફિસર, એસઆઈ, એસએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial