Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધમકી આપી લખાણમાં કરાવી લીધી સહીઓઃ
જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીએ કાલાવડના બેરાજામાં લાઈમ સ્ટોનની લીઝ મેળવવા કરેલી તજવીજ વચ્ચે બે શખ્સે રૂ. રપ૦૦ હાથઉછીના આપ્યા પછી લીઝમાં અડધો ભાગ માંગી અથવા રૂ. ૨૦ લાખ રોકડા આપી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપી લખાણ કરાવી લેતાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક-૧માં રહેતા અજીતભાઈ જયસુખભાઈ પાલા નામના આસામીએ કાલાવડ તાલુકાના બેરાજા ગામમાં લાઈમ સ્ટોનની લીઝ મેળવવા માટે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી હતી. તે દરમિયાન લાલપુર તાલુકાના પાંચ દેવડા ગામના સાજીદ હારૂન મલેક અને જામનગરના વસીમ હારૂન મલેકનો તેઓને સંપર્ક થયો હતો.
આ વ્યક્તિઓ પાસેથી એકાદ મહિના પહેલાં અજીતભાઈએ રૂ. ૨૫૦૦ ઉછીના લીધા હતા. તે પછી તેમના નામની લીઝ પાસ થઈને આવી ગઈ હતી.
તે પછી વસીમ તથા સાજીદે ફોન કરીને લીઝમાં અડધો ભાગ આપવાનું કહેતા અજીભાઈએ ઈન્કાર કર્યાે હતો. તેથી આ શખ્સોએ રૂ. ૨૦ લાખ આપવા પડશે નહીં તો લીઝ નહીં ચાલવા દઈએ તેમ કહી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત બળજબરીથી લખાણ કરાવી તેમાં અજીતભાઈની સહીઓ કરાવી લીધી હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજીતભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૪, ૩૮૬, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ બુડાસણાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial