Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં તા. ૩૧ ઓગસ્ટ સુધી
ખંભાળીયા તા. ૩૦: સમગ્ર ભારતમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'એક પેડ મૉં કે નામ' અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીએ આ અભિયાન અંતર્ગત શહેરી વનીકરણ, ગ્રીન સ્પેસ ના હેતુસર તા. ૩૧ ઓગસ્ટ સુધી વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત કરી છે.
રાજ્યના શહેરોમાં વન વૃક્ષોનો વ્યાપ વધારવાના મૂલ્યાંક સાથે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ તથા ૧પ૭ નગરપાલિકાઓ તથા ૧૬પ યુએલબી વિસ્તારોમાં 'એક પેડ મૉં કે નામ' અંતર્ગત ખાસ વિશેષ મહા અભિયાનનું આયોજન કર્યું છે.
શહેરી વિસ્તારોમાં શહેરી વનીકરણ, ગ્રીન સ્પેસ, નાગરિકો, મહાનુભાવો તથા વિવિધ સંસ્થાઓની સહ ભાગીદારીતાથી યોજાશે.
પાલિકા વિસ્તારોમાં વોર્ડ દીઠ, ઝોન દીઠ, વિશેષ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરી સુરક્ષા માટે ફેન્સીંગ કે દીવાલ પણ બનાવાશે તમામ મહા. ન.પા. તથા ન.પા. વિસ્તારમાં આ કાર્ય માટે અધિકારીઓ પણ લાયઝનમાં મૂકાયા છે તથા વન વિભાગ, શાળાઓ, એનસીસી, એનએસએસ કેડેટ કોલેજના છાત્રોનો સહયોગ લઈ આ અભિયાનમાં કાર્ય થશે વૃક્ષો વાવવા કોઈ જગ્યા દત્તક લેવા માંગે તો તેના એમઓયુ પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial