Advertisement
Author: નોબત સમાચાર

હરિપર તાલુકા શાળામાં ૧૬૧ તુલસીજીના કુંડાના વિતરણનો કાર્યક્રમ

અમલાણી ચેરી. ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રાયોજિત

જામનગર તા. ૩૦: રાજ્ય સરકારના એક બાળ એક ઝાડ કાર્યક્રમ સંદર્ભિત શ્રી હરિપર તાલુકા શાળા આયોજિત અને જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ (ટ્રસ્ટી સપનાબેન કાનાણી) પ્રાયોજિત ૧૬૧ તુલસીજી વિતરણનો કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દેવભૂમિ દ્વારકા-શ્રીમતી મધુબેન ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના દરેક બાળકો, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના તમામ સભ્યોને તુલસીજીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણિયા, બીઆરસી કો.ઓ. પંકજભાઈ રાણા, સી.આર.સી. કો.ઓ. ભીમસીભાઈ ગોજિયા તેમજ શાળાના સ્થાપક-વડીલ નેમચંદભાઈ મારૂ, સરપંચ બાંભવા ગોગનભાઈ, હમીરભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ દ્વારા બાળકોને પ્રાસંગિક પ્રવચન તેમજ શિક્ષણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તુલસીજી એક ઔષધીય વનસ્પતિ છે તેમજ તેના ગુણોની ચર્ચા બાળકો સાથે કરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કનુભાઈ નંદાણિયા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતાં.

ખંભાળિયામાં અવિરત વરસાદ વરસતો હોય છતાં પણ આ કાર્યક્રમમાં હાજર રહી શિક્ષણ વિભાગના અધિકારીઓએ બાળકો માટે પ્રેરણાદાયી કાર્ય કરી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. શાળાના આચાર્ય પરમાર છગનભાઈ દ્વારા સ્વાગત-પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષકો દિપેનભાઈ, રાજુભાઈ, શત્રુઘ્નભાઈ, કાળુભાઈ, પૂર્ણાબા, તેમજ સપનાબેન કાનાણી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક બાળક તુલસીજીના છોડ સાથેના પોતાના કુંડા મેળવી ખુશ જોવા મળ્યા હતાં. બાળકો પર્યાવરણનું જતન કરે, જાળવણી કરે અને તેનું મહત્ત્વ સમજે તે માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરપર્સન શ્રીમતી પ્રીતિબેન દોશી અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. દિલીપભાઈ અમલાણી દ્વારા સર્વેને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh