Advertisement
Author: નોબત સમાચાર

પોસ્ટ બજેટ માર્ગદર્શક સેમિનાર

જામનગરમાં કેન્દ્રીય અંદાજપત્ર અંગે

જામનગર તા. ૩૦: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ, ધી કોમર્શીયલ ટેક્ષ પ્રેકટીશનર્સ એસો., જામનગર તથા જામનગર ટેક્ષ કન્સલટન્ટસ, એસો. જામનગરના સંયુકત ઉપક્રમે કેન્દ્રીય બજેટ-ર૦ર૪-રપ અંગે એક માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનારનું આયોજન આગામી તા. ૦ર-૮-ર૪ શુક્રવારના સવારના ૧૦-૩૦ કલાકે ધીરૂભાઈ અંબાણી વાણિજય ભવન, જામનગર-રાજકોટ હાઈવે, સુભાષબ્રિજ નજીક, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ સેમિનાર વિનામૂલ્યે છે. બજેટની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવા માટે વકતા તરીકે સી.એ. પ્રિયમ શાહ, અમદાવાદથી આ બજેટ અંગે જીએસટીને લગતા ફેરફાર, જીએસટી હેઠળ પ્રોસીકયુશન વિગેરે બાબતો તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પેશભાઈ દોશી, રાજકોટથી આવકવેરાની જોગવાઈઓ તથા સંભવિત સુધારા-વધારા અંગે માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં સમયસર ઉપસ્થિત રહેવા જામનગર ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh