Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તથા સલાયાના દરિયાકાંઠેથી માછીમારી માટે ગયેલા આઠ માછીમાર સામે ગુન્હો નોંધતી પોલીસ

અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના નોંધાઈ ચૂક્યા છે ૨૯ ગુન્હાઃ

હાલમાં વરસાદની સિઝનમાં દરિયામાં રહેતા કરંટના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માછીમારી કરવા જવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક માછીમારો પ્રતિબંધની વિરૂદ્ધ જઈને દરિયામાં જતાં હોવાની વિગતો પોલીસને મળતા એસપી નિતેશ પાંડેયની સૂચનાથી દ્વારકાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળની પોલીસ ટૂકડીએ ગઈકાલે દરિયાકાંઠા, બંદરો, જેટીઓ પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જેમાં દ્વારકાના દરિયાકાંઠેથી પાંચ, સલાયાના દરિયાકાંઠેથી ત્રણ માછીમાર મળી આવ્યા હતા. તે ઉપરાંત અત્યાર સુધીમાં પોલીસે કુલ ૨૯ માછીમારો સામે ગુન્હા નોંધ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh