Advertisement
Author: નોબત સમાચાર

કીડિયારૂ પૂરતા આસામી તાંત્રિકવિધિ કરતા હોવાનું કહી વીડિયો કરાયો વાયરલ

તપાસ યોજવા પોલીસમાં કરાઈ અરજીઃ

જામનગર તા. ૩૦: જામનગરના હવાઈચોક પાસે ભાનુશાળીવાડમાં રહેતા એક આસામી કીડિયારૂ પુરતા હતા તેનો કોઈએ વીડિયો બનાવી આ આસામી તાંત્રિક વિધિ કરે છે તેમ લખી વીડિયો વાયરલ કરતા અસ્વસ્થ બનેલા આસામીએ વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજી કરી છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા ભાનુશાળી વાડમાં રહેતા ધનસુખભાઈ ચમનલાલ કનખરાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી રજૂઆત કરી છે કે, ગઈ તા.૩૦-૯-૨૨ના દિવસનો એક વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેમની તથા તેમના પરિવારની સમાજમાં ખૂબ જ બદનામી કરી છે.

તેઓએ જણાવ્યા મુજબ ઉપરોક્ત દિવસે સાંજના સમયે હવાઈચોકમાં પીપળાના વૃક્ષ તેમજ પુરૂષોત્તમજી મંદિરમાં આવેલા પીપળાના વૃક્ષમાં કીડિયારૂ પુરવા માટે તેઓ નાળિયેર સાથે રાખી પહોંચ્યા હતા. જ્યાં તેઓ નાળિયેરનો કોથળો નીચે મૂકી કીડિયારૂ પુરતા હતા ત્યારે કોઈએ તેનો વીડિયો ઉતારી લઈ ધનસુખ ભાઈ તાંત્રિકવિધિ કરે છે તેમ જણાવી આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો.

આ બાબતથી ધનસુખભાઈ તથા તેમનો પરિવાર અસ્વસ્થ બન્યો છે. તેઓએ આ વીડિયો પેનડ્રાઈવમાં સાથે રાખી પીઆઈ એન.એ. ચાવડાને સોંપ્યો છે અને આ વીડિયો કોણે વાયરલ કર્યાે? તેની તપાસ કરવા માટે અપીલ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh