Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસોના વિરામ પછી ફરીથી હાલારમાં મેઘરાજાનું આગમનઃ ઊંડ-૧ ૧૦૦ ટકા ભરાઈ જતા હેઠવાસ ગામોને ચેતવણી
જામનગર તા. ૩૦: હાલારમાં થોડા દિવસના વિરામ પછી ફરી વખત મેઘરાજાનું આગમન થયું છે, અને ઝાપટાથી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે, તો અમુક ગામડામાં પણ હળવો વરસાદ થયો છે.
છેલ્લા પાંચેક દિવસના વિરામ પછી વરસાદનું પુનઃ આગમન થયું છે. ગઈકાલે દિવસભર મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અને તાલુકામાં નહીં, પરંતુ ગામડામાં વરસ્યો હોવાના વાવડ છે. આજે વહેલી સવારે ૪ થી ૬ ના બે કલાકના સમયગાળામાં કાલાવડમાં ૪૦ મી.મી. અને ત્યારપછી ૬ થી ૮ ના બે કલાકમાં વધુ ૩૬ મળી કુલ ચાર કલાકમાં કાલાવડમાં ૭૬ મી.મી. એટલે કે ત્રણ ઈંચ વરસાદ થયો હતો. આ પછી લાલપુરમાં સવારે ૮ થી ૧૦ માં ૧પ મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરમાં પણ સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. હજુ પણ વરસાદી માહોલ જળવાયો હોય, વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. ગઈકાલે જામનગરના અમુક ગામડામાં પણ હળવો વરસાદ થયો હતો. જેમાં મોટી ભલસાણમાં ૧પ મી.મી., નિકાવામાં ૧પ મી.મી., મોટા વડાળામાં ૪ર મી.મી., પોટા પાંચદેવડામાં ૩પ મી.મી., સમાણામાં ૧૦ મી.મી., ધુનડામાં પર મી.મી., મોટા ખડબામાં ૧૬ મી.મી., હરિપરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો છે.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પાંચ દિવસ પછી મેઘ મહેર થઈ છે. ખંભાળિયામાં આજે સવારે ૬ થી ૮ માં બે ઈંચ વરસાદ થયો છે. તો કલ્યાણપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભાણવડમાં પાંચ મી.મી.નું હળવું ઝાપટું વરસ્યું હતું.
ખંભાળિયામાં બે ઈંચ વરસાદથી નગર ગેઈટ, રામનાથ રોડ, જોધપુર ગેઈટ, નવાપરામાં પાણી ભરાયા હતાં.
અગાઉના વરસાદના પાણી દ્વારકા પંથકના ખેતરોમાં હજુ ઓસર્યા નથી ત્યાં વધુ વરસાદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
દ્વારકાના અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, દ્વારકામાં સવારે ૬ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારે ૧૦ થી ૧ર ના બે કલાકના સમયગાળામાં જામનગર શહેરમાં ૧૧ મી.મી. અને લાલપુરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે ઊડ- ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. આથી નિચાણવાળા વિસ્તારો જામનગર તાલુકાના તમાચણ, રોજિયા, રવાણી ખીજડિયા, ખંભાલીડા, ધ્રાંગડા અને સણોસરા, ધ્રોળ તાલુકાના વિરાણી ખીજડિયા, જાળિયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુવડલા, માવાપર અને વાંકિયા તથા જોડિયાના લખતરમાં લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં અને માલમિલકતને સલામત સ્થળે ખસેડી લેવા અને તકેદારી રાખવા તંત્રએ સૂચના આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial