Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા જિલ્લા કલેકટર દ્વારા સંલગ્ન ઓથોરીટી સાચે ચર્ચાઃ સૂચના અપાઈ

સુદર્શન સેતુના માર્ગ પર ગાબડાં અને તિરાડો અંગે

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે દરિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ ગણાતા અને રૂ.  ૯૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા અતિ આધુનિક કેબલ બેઈઝડ સુદર્શન સેતુના માર્ગ ઉપર ઉદ્દઘાટન પછી માત્ર પાંચ જ મહિનામાં ગાબડા પડી જવા, તિરાડો પડવી, પ્રોટેકશન દીવાલ ધરાશાયી થઈ જવી, રંગ ઉખડી જવાના સમાચારો સોશ્યલ મીડિયા તથા પ્રિન્ટ-ઈલેકટ્રોનીક મીડિયામાં પ્રસારિત થયા હતાં.

જે અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરે એક શોર્ટ વીડિયો કલીપ દ્વારા ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે ૧૮ થી રર જુલાઈ સુધી ભારે વરસાદ પડયો હતો. સુદર્શન સેતુના માર્ગ ઉપર પોપડાં ઉખડી ગયા તે અંગે તથા કલરકામ માટે નેશનલ હાઈવે ઓથોરીટીના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી કામ કરવા સૂચના આપવામાં આવી હતી.

જેના પગલે સુદર્શન સેતુના માર્ગ પરના ખાડા રીપેર કરી દેવાયા છે, કલર ઉખડી ગયો છે ત્યાં ફરીથી વ્યવસ્થિત કલર કરવા અને જે પ્રોટેકશન દીવાલ તૂટી પડી છે ત્યાં નવેસરથી નુકસાન ન થાય તેવું પરમેનન્ટ સ્ટ્રકચર કરવાની પણ સૂચના આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh