Advertisement
Author: નોબત સમાચાર

આથમણાબારા ગામમાં અકળ કારણથી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

પોલીસે મૃતકના સસરાનું નિવેદન નોંધ્યું:

જામનગર તા. ૩૦: ખંભાળિયાના આથમણાબારા ગામમાં રહેતા એક ગરાસિયા પરિણીતાએ રવિવારે બપોરે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે મૃતકના સસરાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયા તાલુકાના આથમણાબારા ગામમાં વાડી વિસ્તારમાં વસવાટ કરતા શાંતુબા ભગીરથસિંહ જાડેજા નામના બાવીસ વર્ષના યુવતીએ શનિવારે બપોરે ત્રણેક વાગ્યે પોતાના ઘરે કોઈ ન હતું તે દરમિયાન અકળ કારણથી આત્મહત્યા કરી લેવાનો કઠોર નિર્ણય કરી ઘરમાં જ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

સાંજે છએક વાગ્યે જ્યારે તેમના પરિવારજનો ઘેર આવ્યા ત્યારે આ પરિણીતા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. સસરા અજીતસિંહ કેશરજી જાડેજાએ પોલીસને જાણ કરી છે. દોડી આવેલી સલાયા મરીન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સસરાનું નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh