Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાના ઉદ્યોગકારો-વેપારીઓ વિગેરેને લાભ મળવામાં મુશ્કેલી
ગુજરાત સરકાર દ્વારા કુટીર ઉદ્યોગ લોન યોજના તથા માનવ કલ્યાણ યોજનાનો અમલ ચાલુ છે, પણ તેમાં નાના ઉદ્યોગકારો, નાના વેપારીઓ વગેરે અરજદારોને તેનો લાભ મળવામાં મુશ્કેલી થઈ રહી છે.
કુટીર ઉદ્યોગ લોન યોજનામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તો માત્ર મંજુરી જ આપે છે, બાકી લોન તો બેંક તરફથી આપવાની હોય છે. સબસીડી સરકારે આપવાની હોય છે, પણ બેંકવાળા ગમે તેવા કારણો બતાવી લોન આપતા નથી. ખોટા અરજદારો લોન ન લઈ જાય તેની તકેદારી રાખવાની જરૂર છે, પણ સાચા અરજદારોને લોન મળતી નથી.
આ રીતે જ માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે. મંજુરી કામ કરનાર કે મહિલા કે અભણ માણસને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે છે. અરજદારોને માલ પણ ઓછો મળતો હોવાની ફરિયાદો છે.
આ બન્ને યોજનાઓની વિસ્તૃત જાણકારી લોકોને મળે તે માટે સરકારે વિવિધ વિસ્તારોમાં માર્ગદર્શન આપવા માટે સેમિનાર કાર્યક્રમો યોજવા જોઈએ. જામનગરના દિલીપસિંહ જેઠવાએ રાજ્ય સરકારની આ બન્ને યોજનાઓમાં લાભાર્થીઓ-અરજદારોને સમયસર લાભ મળે તેવી સુચારૃં વ્યવસ્થા ગોઠવવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial