Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામગરની ગાયત્રી શક્તિપીઠમાં તાજેતરમાં ભાવથી ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરિવ્રાજક કિશોરભાઈ ઉપાધ્યાયે હરસુખલાલ સણથરા અને હસુખભાઈ વ્યાસ-જયશ્રીબેન વ્યાસ દ્વારા ગુરુપૂજન કરાવ્યું હતું. નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું સંચાલન પ્રીતિબેન સોલંકી, નિશાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ર૪ વ્યક્તિઓએ મંત્રદીક્ષા લીધી હતી. સાંજના સમયે સમૂહમાં ગાયત્રી મંત્રના જાપનું આયોજન ગાયત્રી ભવનમાં કરવામાં આવ્યું હતું. આ તકે ત્રીસ બહેનોના ગર્ભસંસ્કાર દર્શનાબેન પંડ્યાએ કરાવ્યા હતાં. ત્યારપછી યોજાયેલ દીપયજ્ઞનું સંચાલન સી.પી. વસોયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારપછી સુનિતાબેન આહિરની વ્યવસ્થા હેઠળ ર૧૦૦-ફળાઉ રોપાનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ પાવન દિવસે જિલ્લા ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા રૂ. ૩,૬પ,૦૦૮ નું અનુદાન શાંતિકુંજ મોકલવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial