Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી

મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ

જામનગર તા. ૩૦: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા હાલાર સહિત રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જામનગરના આકાશમાં પણ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે.

વરસાદી વાદળોના આવાગમન વચ્ચે મંગળવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી અને ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૬ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલ અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh