Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઠ શાળાઓ રેડમાંથી યલો ઝોનમાં આવીઃ ૪૪ માંથી ૩પ શાળાઓને ગુણોત્સવમાં મળ્યા વધુ માર્કસ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ થઈ અ૫ગ્રેડ

જામનગર તા. ૩૦: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રત્યેક શાળાને અપગ્રેડ કરવામાં સફળતા મળી છે. સમિતિ હસ્તકની ૪૪ માંથી ૩૫ શાળાના ગુણોત્સવના માર્કમાં વધારો થયોઃ આઠ શાળા રેડ ઝોન માંથી યલો ઝોનમાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૪૪ શાળાઓ આવેલી છે. તમામ શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ ૮માં ૧૨૦૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તમામ પ્રાથમિક શાળાઓમાં સરકારશ્રી દ્વારા નિમાયેલા અને તાલીમ પામેલા શિક્ષક ભાઈ-બહેનો દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.

પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસની બાબતે અનેક સુધારા - વધારા થઈ રહ્યા છે અને તેના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ થઇ રહ્યા છે. અને તેના માધ્યમથી શિક્ષણનાં દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. અને તેનો સમગ્ર અહેવાલ રાજ્યકક્ષાએથી નક્કી થયેલા અધિકારીશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

જેના આધારે શૈક્ષણિક બાબતો જેવીકે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી, ભૌતિક સુવિધાઓ, ટેકનોલોજી રમતગમત- વિજ્ઞાનમેળો- પ્રવાસ પર્યટન- વર્ષ દરમ્યાન લેવાતી પરીક્ષાઓ તેમજ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓને ધ્યાને લઇ અને વર્ષ દરમ્યાનનું મૂલ્યાંકન કરી અને તેના આધારે શાળાઓના ગ્રેડ નક્કી કરવામાં ગુણોત્સવ ૨૦૨૩-૨૪ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ શાળાઓમાં ૩૫ જેટલી શાળાઓ ગતવર્ષ કરતા વધારે માર્ક દેવામાં આવ્યા છે. જેમાં ૮ શાળા રેડઝોનમાંથી નીકળી યલો ઝોનમાં આવી ગઇ છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓનો વિકાસ થયો છે, તે સ્પષ્ટ દેખાઈ આવે છે, તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા જણાવાયું છ ે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટક્લાસ આપવામાં આવેલા છે. જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઓડિયો - વિડીયો સાથે પાઠયપુસ્તક આધારિત શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. અને ડીજીટલ બ્લેક બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની દરેક શાળાના ક્લાસરૂમો સ્માર્ટક્લાસ બની ગયા છે. વિદ્યાર્થીઓને વિડીયો મારફત અભ્યાસ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોને અભ્યાસમાં રૂચી રહે છે. અને યાદશક્તિમાં ઘણો બધો વધારો થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ આ વર્ષે પૂર્ણ થયા છે. તે પણ જામનગર માટે ગૌરવની બાબત છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh