Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી બે વ્યક્તિએ ટૂંકાવી જિંદગીઃ તામસી સ્વભાવના પરિણીતાનો આપઘાતઃ
જામનગર તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આત્મહત્યાના પાંચ બનાવ નોંધાયા છે. દાઢના દુખાવાથી કંટાળી ભાણવડના સણખલાના યુવાને વિષપાન કર્યું હતું. જ્યારે મોડપરના મહિલાએ બીપીની બીમારીથી કંટાળી જિંદગીનો અંત આણ્યો હતો. વેવિશાળ થતું ન હોવાથી સુરજકરાડીના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું, તામસી સ્વભાવના કારણે ચંદ્રાવાડા ગામના પરિણીતાએ ઝેરી દવા પીધી હતી. જ્યારે રાવલ ગામના પ્રૌઢે અકળ કારણથી ઝેર પી જિંદગી ટૂંકાવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં રહેતા ભાવેશભાઈ ભીખુભાઈ લુડરીયા (ઉ.વ.રર) નામના કોળી યુવાને ગયા ગુરૂવારે સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ નિપજ્યું છે.
તેમના પિતા ભીખુભાઈ નાથાભાઈએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા છએક મહિનાથી ભાવેશને દાઢમાં દુખાવો થતો હતો. તે દુખાવો સહન ન થવાથી તેમના પુત્રએ આત્મહત્યા વ્હોરી છે.
ભાણવડ તાલુકાના મોડપર ગામમાં રહેતા મંજુબેન સામત ભાઈ વારંગીય (ઉ.વ.૫૩) નામના પ્રૌઢાએ શનિવારે રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવારમાં રવિવારે બપોરે મૃત્યુ નિપજ્યંુ હતું. જગદીશભાઈ વારંગીયાએ પોલીસને જાણ કરી છે. આ મહિલા છેલ્લા એકાદ વર્ષથી બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા. તેનાથી કંટાળીને તેઓએ જીવતર ટૂંકાવ્યું છે.
ઓખામંડળના સુરજકરાડી ગામમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ વેગડા (ઉ.વ.ર૮) નામના યુવાનની લગ્નલાયક ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમનું વેવિશાળ થતું ન હોવાથી નાસીપાસ થઈ ગયેલા સંજયભાઈએ શનિવારે રાત્રે સુરજકરાડીના રેલવે ફાટક પર પહોંચી ત્યાંથી પસાર થતી વંદે ભારત ટ્રેન હેઠળ ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના મોટાભાઈ અમિતે પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં રહેતા રેખાબેન રાજુભાઈ કારાવદરા (ઉ.વ.ર૪) નામના પરિણીતાએ શનિવારે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયેલા રેખાબેનનું શનિવારે રાત્રે મૃત્યુ થયું છે. પતિ રાજુ રણમલભાઈ કારાવદરાએ પોલીસને જાણ કરી છે. આ મહિલાના લગ્ન બે વર્ષ પહેલા જ રાજુ સાથે થયા હતા. અત્યંત તામસી સ્વભાવ ધરાવતા આ મહિલાએ કોઈ કારણથી દવા પીધી હતી.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા વાઘેલા અરજણભાઈ કરશનભાઈ (ઉ.વ.૪૯) નામના કોળી યુવાને શુક્રવારે સાંજે પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી હતી. તેઓનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ થયું હતું. પુત્ર મહેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial