Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ મહિનામાં એક પણ ટ્રાન્ઝેક્શન ન થાય તો ફાસ્ટેગ બની જશે નિષ્ક્રિય
નવી દિલ્હી તા. ૩૦: ૧લી ઓગસ્ટથી ફાસ્ટેગ સાથે જોડાયેલ નિયમો બદલાશે. ફાસ્ટેગ સક્રિય રાખવું પડશે જેમાં ૩ મહિનાની અંદર એક લેવડ-દેવડ જરૂરી રહેશે અને જો આવું નહિં થાય તો નિષ્ક્રિય બની જશે.
૧લી ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગું થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા પછી ૯૦ દિવસમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને હોટલિસ્ટમાં મૂકવામાં આવશે. તે પછી ૩૦ દિવસનો વધારાનો સમય આપવામાં આવશે, પરંતુ જો વાહન નંબર અપડેટ નહી થાય તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જો કે રાહતની વાત એ છે કે ફાસ્ટેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ૩૧ ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જુના તમામ ફાસ્ટેગની કેવાયસી કરવી પડશે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જૂનમાં ફાસ્ટેગ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી, જેમાં ૧ ઓગસ્ટથી ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓના કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવાની નિર્ધારિત કરવામાં આવી હતી. હવે કંપનીઓ પાસે તમામ શરતો પૂરી કરવા માટે ૧ ઓગસ્ટથી ૩૧ ઓક્ટોબર સુધીનો સમય હશે. નવી શરતો અનુસાર એનપીસીઆઈ દ્વારા નવા ફાસ્ટેગ અને રિ-ફાસ્ટેગ જારી કરવા, સિક્યોરીટી ડિપોઝિટ અને ન્યુનત્તમ રિચાર્જ સંબંધિત ફી પણ નક્કી કરવામાં આવી છે.
આ સંબંધમાં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા એક અલગ ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે લોકો નવું વાહન ખરીદી રહ્યા છે અથવા જેમનું ફાસ્ટેગ જુનું છે તેમના માટે મુશ્કેલીઓ વધવાની છે. આ સાથે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકોએ પણ સાવધાન રહેવું પડશે, કારણ કે ૧ ઓગસ્ટથી ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવાના નિયમો પણ પ્રભાવિત થશે, જો કે તે પહેલા કંપનીઓએ એનપીસીઆઈ દ્વારા તેમના માટે નિર્ધારિત તમામ શરતો પૂરી કરવી પડશે.
કંપનીઓએ પ્રાથમિક્તાના આધારે પાંચ વર્ષ જુના ફાસ્ટેગને બદલવું પડશે- ત્રણ વર્ષ જુના ફાસ્ટેગને ફરીથી કેવાયસી કરવું પડશે, વાહનનો નોંધણી નંબર, ચેસીસ નંબર ફાસ્ટેગ સાથે લિંક કરવો જોઈએ, અંદર તેનો નંબર અપડેટ કરવો નવું વાહન ખરીદ્યાના ૯૦ દિવસ પછી, ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા વાહનના ડેટાબેઝની ચકાસણી કરવી જોઈએ, કેવાયસી કરતી વખતે વાહનના ક્લિયર અને સાઈડ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે, ફાસ્ટેગ મોબાઈલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત રહેશે, એપ જેવી સેવાઓ, કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા માટે વોટ્સએપ અને પોર્ટલ ઉપલબ્ધ કરાવવું પડશે., કંપનીઓએ ૩૧ ઓક્ટોબર ર૦ર૪ સુધીમાં કેવાયસીના નિયમો પૂરા કરવા પડશે.
કેટીલીક ફાસ્ટેગ કંપનીઓએ એવો નિયમ પણ ઉમેર્યો છે કે ફાસ્ટેગ સક્રિય રહે. આ માટે ત્રણ મહિનાની અંદર ટ્રાન્જેક્શન થવું જોઈએ. જો ટ્રાન્ઝેક્શન નહીં થાય તો તે નિષ્ક્રિય થઈ જશે. જેના માટે તેને એક્ટિવેટ કરવા માટે પોર્ટલ પર જવું પડશે. આ નિયમ એવા લોકો માટે મુશ્કેલીભર્યો છે જેઓ તેમના વાહનોનો ઉપયોગ માત્ર મર્યાદિત અંતર માટે કરે છે. જેમાં કોઈ ટોલ કાપવામાં આવતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial