Advertisement
Author: નોબત સમાચાર

ફ્રાન્સના પ્રિન્ટ મીડિયામાં છવાયા નીતા અંબાણીઃ ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ

ફ્રેન્ચ અખબાર લે ફિગારોને એક ઈન્ટરવ્યૂ દરમિયાન મન મૂકીને વાર્તા કરી

૫ેરીસ તા. ૩૦: ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્ત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોના અહેવાલ મુજબ *એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે ૨૦૩૬ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર રીતે નથી થઈ. પરંતુ જૂનમાં સળંગ ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવેલા વડાપ્રધાને, સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ (ભારત) ૨૦૩૬ની રમતોની હોડમાં રહેવા ઇચ્છતા હતા, એમ અંબાણીએ કહ્યું હતું.

નીતા અંબાણી છેક ૨૦૧૬થી આઈઓસીના (ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી) મેમ્બર છે અને હાલમાં જ ફરીથી ચૂંટાયા છે. તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે, જેણે ઓલિમ્પિકના ઇતિહાસના સૌપ્રથમ ઈન્ડિયા હાઉસને નાણાકીય સહાયતા પૂરી પાડી છે. આ ઈન્ડિયા હાઉસ એ પાર્ક દલા વિલેમાં સ્થાપિત મહારાજાના પેલેસની પ્રતિકૃતિ સમાન ઉજાસભર્યા રંગોનું પેવિલિયન છે, જે બ્રાઝિલ અને કોલમ્બિયાના હાઉસથી  નજીક છે.

ભારતીય કલા, સંગીત, વાનગીઓ અને રમતગમતની ઝાંખી કરાવતા આ મંચ પર નીતા અંબાણીએ અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોને એક ખાસ મુલાકાત આપી હતી. પરંપરાગત ભારતીય નૃત્ય, ભરતનાટ્યમના આ પૂર્વ શિષ્યા અર્થશાસ્ત્રમાં ડિગ્રી ધરાવે છે અને ૨૦૦૪માં એથેન્સ પછીથી કોઈ ઓલિમ્પિયાડ ચૂક્યા નથી. ગત શુક્રવારે સાંજે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં, તેમના પતિ તેમજ આઈઓસીના મિત્રોની બાજુમાં પહોંચીને તેમણે કહ્યું હતું કે, તેઓ પોતે અહીં આવીને ટીનેજર જેવો ઉત્સાહ અનુભવી રહ્યા છે. એથ્લીટ્સને બોટ પરેડ ખૂબ ગમી હતી, એવું ઉત્સાહપૂર્વક નીતા અંબાણીએ કહ્યું હતું, જેમને ફ્રેન્ચમાં ગાતા લેડી ગાગા સાંભળવાનો ખૂબ આનંદ આવ્યો હતો અને સિલિન ડિયોનનું પરફોર્મન્સ સોનામાં સુગંધ ભળવા જેવું લાગ્યું હતું. થોમસ જોલીનો શો ભારતમાં ઓલિમ્પિક સમારોહને પ્રેરણા આપી શકે કે કેમ તેવો સવાલ કરાયો ત્યારે પેરિસ સમારોહની ટીકા કરતા ખચકાતા, તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ તો ભારતીય સંસ્કૃતિને જ હાઈલાઈટ કરવા માંગે છે.

હાલ તો ૧.૪ અબજથી વધુ વસ્તી સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત હજુ સુધી ઓલિમ્પિક જાયન્ટ બની શક્યું નથી. તેણે ચોક્કસપણે પેરિસ ૨૦૨૪માં ૧૬ સ્પર્ધાઓમાં ૧૧૭ એથ્લિટ્સને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ ૨૫ સમર ઓલિમ્પિયાડ્સમાં અત્યાર સુધીમાં ૧૦ સુવર્ણ ચંદ્રક અંકે કર્યા છે (જેની તુલનામાં ફ્રાન્સના ૨૨૦ કરતા વધુ અથવા હરીફ ચીનના ૨૬૦ કરતાં વધુ છે). નીતા અંબાણીની અધ્યક્ષતા હેઠળનું ફાઉન્ડેશન ૧૦૦-મીટર હર્ડલ્સને ૧૩ સેકન્ડથી ઓછા સમયમાં પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા જ્યોતિ યાર્રાજી સહિત અનેક નેશનલ ચેમ્પિયન્સને મદદ કરી રહ્યું છે. *તેની માતા સર્વન્ટ છે, તેના પિતા સિક્યુરિટી ગાર્ડ છે*, આપણી *ક્વિન ઓફ સ્પ્રિન્ટિંગ* એ *આશાથી તરબતર ભારતીય યૂવા પેઢીની કહાણી જણાવે છે*, એમ નીતા અંબાણીએ કહ્યું હતું.

છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં દેશની માળખાકીય સુવિધાઓમાં ઘણો સુધારો થયો છે અને તે વડાપ્રધાન મોદીને આભારી છે. આજે ભારતમાં ગામડામાંથી શહેર સુધી પહોંચવું ખૂબ સરળ છે અને રમતગમતની સુવિધાઓ ઘણી વધી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh