Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતે પહેલી બન્ને મેચો જીતી હોવાથી ફેરફાર સંભવ
કોલમ્બો તા. ૩૦: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચની ટી-ર૦ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. અગાઉની બન્ને મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. આ જ કારણે ત્રીજી અને છેલ્લી ટી-ર૦ માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં, પરંતુ ચાર ફેરફાર જોવા મળી શકે છે. સિરીઝ જીતી ચૂકેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજી ટી-ર૦ માં બેન્ચ સ્ટ્રેન્થની પરીક્ષા કરી શકે છે.
ટીમમાં પહેલો ફેરફાર સંજુ સેમસનના રૂપમાં જોવા મળી શકે છે. બીજી ટી-ર૦ માં શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પલેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલ ત્રીજી ટી-ર૦ માં વાપસી કરી શકે છે. બીજી ટી-ર૦ માં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર સંજુ તકનો લાભ ઊઠાવી શક્યો ન હતો અને 'ગોલ્ડન ડક' પર બોલ્ડ થયો હતો.
આ સિવાય બીજો ફેરફાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના રૂપમાં થઈ શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ લફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલને ત્રીજી ટી-ર૦ ની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. છેલ્લી બન્ને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે.
અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને પ્રથમ બે ટી-ર૦ માં ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવ્યા હતાં. આવી સ્થિતિમાં બન્ને ઓલરાઉન્ડરોને ત્રીજી મેચમાંથી આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાના સ્થાને શિવમ્ દુબેને તક મળી શકે છે, જ્યારે અક્ષય પટેલના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial