Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ૫૦ હજારના ચેક પરતના કેસમાં છ મહિનાની સજા

ચેકની રકમ વળતર પેટે ચૂકવાશેઃ

જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીને રૂ. ૫૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા ફટકારી છે. ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

જામનગરના દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા નામના આસામી પાસેથી રૂ. ૫૦ હજાર તેમના મિત્ર પ્રફુલભાઈ અમૃતલાલ મદારીએ ઉછીના લઈ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફર્યા પછી દેવેન્દ્રસિંહે નોટીસ પાઠવી હતી. તેમ છતાં બાકી નાણા ન ચૂકવાતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદીના વકીલ રાજેશ વશીયર, પંકજ એમ. અભંગીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૂ. ૫૦ હજાર વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. હુકમ સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh