Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી યોજવા માગણી

રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતઃ

ભાટીયા તા. ૩૦: કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગ્રામ પંચાયતમાં સરપંચના પદ માટેની ચૂંટણી યોજવાની માગણી સાથે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગર મહાનગરના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના કારોબારી સભ્ય હીરાભાઈ ગોરડીયાએ આ રજૂઆતમાં જણાવ્યું કે, ભાટીયાના સરપંચ હેમલતાબેન ભાંભી સામે તા.૨૮-૪-૨૩ના ગ્રામ પંચાયત ભાટીયા દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરીને પદથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

ત્યારથી આજ દિવસ સુધી સરપંચપદે કોઈની વરણી થવા પામી નથી અને તેનો ચાર્જ ઉપ સરપંચ પાસે છે. આમ, ચૂંટણી નહીં યોજીને અનુ. જાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે.

આ અંગે તા.૧૧-૧૨-૨૩ના પણ રજૂઆત કરવામાં આવી હતી. આથી આ અનામત પદ માટે જેટલો સમય બાકી છે તેટલા સમય માટે ઉપ સરપંચ પાસે જેટલો સમય ચાર્જ રહે તે સમય માટે સરપંચ પદે નિમણૂક કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh