Advertisement
Author: નોબત સમાચાર

હાવડા-મુંબઈ ટ્રેનના અઢાર ડબ્બા ખડી જતા બે લોકોના મોતઃ ૨૦ ઘાયલઃ એનડીઆરએફ તૈનાત

આ જ સમયે નજીકમાં એક માલગાડી પણ ઉભી હોવાના વાવડ

નવી દિલ્હી તા. ૩૦: હાવડાથી મુંબઈ જતી ટ્રેનના ૧૮ ડબ્બા પાટા પરથી ખડી પડતા બે ના મોત થયા છે. ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં વહેલી સવારે આ અકસ્માત થયો છે જેમાં ર૦ ઘાયલ થયા છે. રાહત-બચાવ માટે એનડીઆરએફ તૈનાત કરાઈ છે.

ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં સરાઈકેલા-ખારસાવાન જિલ્લામાં મંગળવારે વહેલી સવારે મુંબઈ-હાવડા મેલ નંબર-૧ર૮૧૦ ટ્રેનના ૧૮ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ ઘટનામાં બે લોકોના મોતના અહેવાલો છે. તે જ સમયે ર૦ મુસાફરો ઘાયલ થયા હતાં. કુલ ઈજાગ્રસ્તો પૈકી પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, અને તેઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.

જોકે, કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે હાવડાથી નીકળેલી આ ટ્રેન મંગળવારે વહેલી સવારે અકસ્માતનો ભોગ બની હતી. ચક્રધરપુર રેલવે વિભાગના પીઆરઓએ કહ્યું કે, મુસાફરોને મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત જમશેદપુરથી લગભગ ૮૦ કિ.મી. દૂર બારાબાન્સ પાસે સવારે ૩.૪પ કલાકે થયો હતો. આ સ્થળ પશ્ચિમ સિંહભૂમની ખૂબ નજીક છે. મુંબઈ-હાવડા મેઈલના રરમાંથી ૧૮ ડબ્બા બારબાન્સ નજીક પાટા પરથી ઉતરી ગયા હતાં. જેમાંથી કમ્પાર્ટમેન્ટમાં એક મુસાફરનું મોત થયું હતું. તે જ સમયે, તે જ કોચમાં અન્ય એક વ્યક્તિ ફસાયા હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.

અહેવાલ છે કે, કુલ ૧૬ પેસેન્જર કોચ હતા, એક પેન્ટ્રી કાર હતી. જ્યારે એક પાવર કાર હતી. બરાબાન્સમાં ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. હવે તેને સારી સારવાર માટે ચક્રધરપુર લઈ જવામાં આવી છે. તેમણે કહ્યું કે, બચાવ કામગીરી ચાલી રહી છે. એક વહીવટી અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન દુર્ઘટના સેરાઈકેલા-ખારસાવન બ્લોકના પોટોબેડામાં થઈ હતી.

દક્ષિણ-પૂર્વ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘટના સ્થળથી નજીક એક માલગાડી પણ પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. જો કે, તે સ્પષ્ટ નથી કે આ ઘટનાઓ એક જ સમયે બની હતી કે અલગ-અલગ સમયે બની હતી.

પશ્ચિમ સિંહભૂમના ડિવિઝનલ કમિશ્નર કુલદીપ ચૌધરીએ જણાવ્યું કે, ટ્રેન દુર્ઘટનામાં ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે ર૦ લોકો ઘાયલ છે. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. જ્યાં આ ઘટના બની તે સ્થળ પશ્ચિમ સિંધભૂમ અને સરાયકેલા-ખારસાવનની સરહદો પાસે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh