Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુતારપરના ખેડૂતે પણ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૩૦: જામનગરના જલારામનગરમાં રહેતા એક યુવાનને પોતાના માતાની બીમારી માટે ૧૧ આસામી પાસેથી પાંચ ટકાથી વીસ ટકાના વ્યાજ દરે હાથ ઉછીની રકમ લીધા પછી વ્યાજની કડક ઉઘરાણી શરૂ કરાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધુતારપરના એક ખેડૂતે છ વર્ષ પહેલાં રૂ. ૨૫ લાખ ૫૦ હજાર વ્યાજે લીધા પછી સિક્યુરિટીમાં જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. તે જમીન વ્યાજે નાણા ધિરનાર શખ્સે અન્યને વેચી નાખી વ્યાજની માગણી કરતા પોલીસમાં રાવ કરાઈ છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલી કે.પી. શાહની વાડી નજીક જલારામનગરમાં રહેતા મનિષભાઈ શાંતિલાલ હિંડોચા નામના યુવાને વર્ષ ૨૦૧૬માં પોતાના માતાને કેન્સર થતાં અને ધંધામાં નુકસાની થતાં પૈસાની જરૂરિયાત ઉભી થવાના કારણે નવાગામ ઘેડમાં રહેતા અનિરૂદ્ધસિંહ ઝાલા તેમજ અન્ય ૧૦ વ્યક્તિ પાસેથી જુદા જુદા સમયે પાંચ ટકાથી વીસ ટકા સુધીના વ્યાજે હાથઉછીની રકમ મેળવી હતી.
તે રકમના વ્યાજની કડક ઉઘરાણી કરી મનિષભાઈને હેરાન પરેશાન કરી નાખવામાં આવતા આખરે તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ અનિરૂદ્ધસિંહ ઉપરાંત મચ્છર નગરવાળા અશોકસિંહ ચુડાસમા, શાંતિનગરવાળા મહેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, સુરેશભાઈ આહિર, હિતેશ ગોપીયાણી, સલીમ સમા, બેડેશ્વરવાળા રાજુભાઈ જાડેજા, નવાગામ ઘેડવાળા રઘુભા જાડેજા સામે મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામના કાંતિભાઈ મોહનભાઈ સંઘાણીએ વર્ષ ૨૦૧૮માં પૈસાની જરૂરિયાત ઉભી થતાં રાજકોટના જામ કંડોરણા તાલુકાના ચાવડી ગામના વતની અને હાલમાં રાજકોટમાં નાના મૌવામાં રહેતા ઘનશ્યામ કેશવજીભાઈ પટેલ ઉર્ફે ઘનાભાઈ પાસેથી રૂ. ૨૫ લાખ ૫૦ હજાર ૩ ટકા વ્યાજે લીધા હતા.
તે રકમના અવેજ પેટે કાંતિભાઈએ પોતાની જમીનનો ઘનશ્યામભાઈને રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તે પછી વ્યાજ નહીં ભરપાઈ થઈ શકતા ઘનાભાઈએ અવારનવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી કાંતિભાઈને પજવ્યા હતા અને તે દરમિયાન કાંતિભાઈ તરફથી આપવામાં આવેલી જમીન અન્યને વેચી નાખી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ સંઘાણીએ મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial